ભારત સરકાર મહિલાઓનું જીવન સરળ બનાવવા માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયા ખર્ચ કરી છે. મહિલાઓ વિરુદ્ધના ગુનાઓને સમાપ્ત કરવા માટે નવા અનેક કાયદાઓ બનાવી રહી છે. તો યુરોપમાં એક એવો દેશ છે જ્યાં દુલ્હન બજાર વેચાઈ છે. વિશ્વના દક્ષિણ-પૂર્વ યુરોપના કેટલાક સમુદાયોમાં, એવી પરંપરાઓ છે જ્યાં લગ્નો માટે ખાસ મેળાઓ યોજવામાં આવે છે. પરિવારો પોતે જ પોતાની દીકરીઓને આ મેળાઓમાં લાવે છે. અને આજે પણ અહીં દુલ્હનો ખરીદ-વેચાણ થાય છે. અહીં બજારમાં લોકો ફક્ત દુલ્હનને પસંદ જ નથી કરતા પણ તેને ખરીદીને ઘરે પણ લાવે છે.
અંહી ભરાઈ છે દુલ્હનનો મેળો ?
દુલ્હનોનું આ બજાર યુરોપિયન દેશ બલ્ગેરિયામાં આયોજિત છે. બલ્ગેરિયામાં સ્ટારા ઝાગોરા નામની એક જગ્યા છે જ્યાં પુરુષો તેમની પસંદગીની દુલ્હન માટે સોદાબાજી કરે છે. માતા-પિતા પોતે છોકરીઓને વેચવા માટે આ બજારમાં લાવે છે. દીકરી માટે વાજબી કિંમત મેળવ્યા પછી, પરિવાર તેને છોકરાને સોંપી દે છે. આ પછી છોકરો તેણીને પોતાના ઘરે લઈ જાય છે અને તેને તેની પત્નીનો દરજ્જો આપે છે.
કઈ દુલ્હનને વધારે રૂપિયા મળે છે ?
સ્ટારા જાગોરમાં આયોજિત આ બજારમાં વેચાતી છોકરીઓની કિંમત અલગ અલગ હોય છે. સૌથી વધુ માંગ અને કિંમત એ છોકરીની છે જેનો પહેલાં કોઈ પુરુષ સાથે સંબંધ નથી રહ્યો. જોકે, હવે અહીં કેટલાક નિયમો પણ ઘડવામાં આવ્યા છે. બજારમાં, કલાઈડઝી સમુદાયના લોકો તેમની દીકરીઓ વેચે છે અને ખરીદનાર પણ તે જ સમુદાયનો હોવો જોઈએ. બલ્ગેરિયાના કલાઈદઝી સમુદાયમાં આ હવે એક પરંપરા બની ગઈ છે. આ મેળામાં, યુવાન છોકરીઓ પરંપરાગત પોશાક પહેરીને આવે છે અને પરિવારો તેમના માટે યોગ્ય વર શોધે છે.
આધુનિક સમાજમાં આવી પરંપરાઓની ટીકા
આધુનિક સમાજમાં આવી પરંપરાઓની ટીકા કરવામાં આવે છે, પરંતુ કલાઈદઝી સમુદાય આ પરંપરાને તેમની સાંસ્કૃતિક ઓળખનો ભાગ માને છે. હવે સમય સાથે આ પરંપરા પણ બદલાઈ રહી છે અને નવી પેઢીના લોકો તેને ટાળવા લાગ્યા છે. આ બજારમાં, આર્થિક રીતે મજબૂત પરિવારો તેમની દીકરીઓને વેચી શકતા નથી. આ બજારમાં ખરીદેલી છોકરીને પુત્રવધૂનો દરજ્જો આપવો જરૂરી છે.
છોકરીઓ વેચવાનું કારણ વેશ્યાવૃત્તિ નથી
બલ્ગેરિયાના આ બજારમાં છોકરીઓ વેચવાનું કારણ વેશ્યાવૃત્તિ નથી પણ આર્થિક મજબૂરી છે. આ દુલ્હન બજારમાં ગરીબ પરિવારોની છોકરીઓ ભાગ લે છે. જે પરિવારો પોતાની દીકરીઓના લગ્ન કરાવી શકતા નથી અથવા જેમના માટે ગરીબી અભિશાપ બની જાય છે, તેવા પરિવારો પોતાની દીકરીઓને લગ્ન માટે આ બજારમાં લાવે છે. આ પરંપરા બલ્ગેરિયામાં વર્ષોથી ચાલી આવે છે.