વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25 દિવસ પહેલા એક અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વૃદ્ધનું કરૂણ મોત નીપજ્યું હતું. 25 દિવસ પહેલા થયેલા આ અકસ્માતનો સમગ્ર મામલો વડોદરા શહેરાના હરણી પોલીસ મથકે પહોંચ્યો હતો. અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે આ ઘટનાનો આરોપીને હરણી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અને આ સમગ્ર કેસની તપાસ હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ આર ડી.ચૌહાણ કરી રહ્યા હતા. અકસ્માત કરનાર પિનાક સોરઠિયાએ વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું હતું. પરુંત પોલીસે જે આરોપીની ધરપકડ કરી હતી તે પિનાક સોરઠિયાને પોલીસે ત્રણ જ કલાકમાં જેલ મુક્ત કરી દીધો હતો. તેમજ આરોપીએ જે કારથી વૃદ્ધને અડફેટે લીધો હતો. તે કાર પણ પી.આઈ આર ડી.ચૌહાણની રહેમ નજર હોવાથી દ્વારા જપ્ત કરવામાં ન આવતા પી.આઈ આર.ડી ચૌહાણની આ કેસમાં બેદરકરી સામે આવતા તેમને લીવ રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી અનુસાર આ કેસમાં રૂપિયાના ભૂખા પી.આઈ આર ડી.ચૌહાણે અંદરો અંદર સેટિંગ ડોટ કોમ ગોઠવી નાખ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે આરોપીને ખાલી-ખાલી ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી આર્થિક રીતે સદ્ધર હોવાથી પૈસાના જોરે પણ તેઓ છૂડી ગયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધનું મોત થવા છતાં પોલીસે આરોપીને કાર પણ જપ્ત કરી ન હતી તેવી ઘટના સામે આવી હતી. જે બાદ સ્થાનિક લોકોએ પણ વિરોધ નોંધવતા આ મામલો વધારે ઉગ્ર બન્યો હતો. ભારે વિવાદ બાદ પોલીસે આરોપી પિનાક સોરઠિયાની કાર જપ્ત કરી હતી.
આ ઘટના પરથી એવું પણ સાબિત થાય છે કે, પૈસાના જોરે આરોપી પિનાક સોરઠિયા છૂટી ગયો હતો. પરંતુ જે પરિવારે પોતાના એક સ્વજનને ગુમાવ્યો હતો તેમના પર કેવું વિતતું હશે તે પણ વિચારવાની જરૂર છે. રૂપિયાને જોરે દરેક વસ્તૂ નથી ખરીદી શકતી. આ કેસમાં પણ આવું જ કંઈક થયું છે. આ જ્યારે લખાઈ રહ્યું ત્યારે આ સમગ્ર ઘટનાને અંદાજે 25 દિવસ થયા છે. ત્યારે આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. અને હરણી પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.ડી ચૌહાણને રિઝર્વ પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે. પોલીસકર્મીઓ તમે પ્રજા માટે છો. તેમને પ્રજાના ટેક્સમાંથી સરકાર પગાર ચૂકવે છે. એટલે તમારે પણ સરકાર કે પોલીસ વિભાગના નિયમો અને કાયદા પ્રમાણે વર્તન કરવું જોઈએ.