અમદાવાદમાં આજથી ફ્લાવર શોની શરૂઆત થઈ ગઈ છે.. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો..શહેરના રિવરફ્રન્ટ ખાતે 3થી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે.. ફ્લાવર શોમાં દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન વિશેષ કરવામા આવ્યું છે.. ગત વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે ફ્લાવર શોની 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી..જ્યારે ફ્લાવર શોમાં અંદાજે 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટિકિટના ભાવની વાત કરીએ તો, સોમથી શુક્રવારે રૂપિયા 70 રહેશે. જ્યારે શનિ-રવિ ટિકિટના ભાવ 100 રૂપિયા રાખવામાં આવ્યા છે.
ફ્લાવર શોની વિશેષતા:-
ફ્લાવર શોની વિશેષતાની વાત કરીએ તો, ઝોન-એકની અંદર દેશની વૃદ્ધિ અને વિકાસનું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે..સાથે જ દેશનો આર્થિક વિકાસને દર્શાવામાં આવ્યું છે. ઝોન-2ની વાત કરીએ તો, સર્વ વિભિન્નનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ભારતની વિવિધતામાં એકતાના દર્શન લોકોના થાય છે. ઝોન-3ની વાત કરીએ તો, સસ્ટેનેબલ ભવિષ્ય તરફની પહેલ કરવામાં આવી છે. જેમાં ક્લાઈમેટ ચેન્જ વૈશ્વિક સમસ્યાના નિવારણ માટેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઝોન-4માં ભારતની સંસ્કૃતિ અને વારસાની વાત કરવામાં આવી છે. જેમાં ભારતના યોગદાનની વિશિષ્ટ ઝાંખીઓ બતાવામાં આવી છે. ઝોન-5માં ફ્લાવર વેલીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેમાં ફ્લાવર વેલી દ્વારા વિવિધ વેલીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.ભારતની પ્રાકૃતિક સુંદરતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. છેલ્લો ઝોન-6માં ભારતના ભવિષ્ય અંગેના માર્ગની વાત કરવામાં આવી છે. જેમાં ભારત તૈયાર છે એવી આશાઓ જગાવતું પ્રદર્શન મૂકવામાં આવ્યું છે.
આ વખતે ફ્લાવરશોમાં શું છે ખાસ ?
ફ્લાવર શોમાં આ વખતે ખાસ શું છે તેની વાત કરીએ તો, ફ્લાવર શોમાં 10 લાખથી વધુ ફુલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 50થી વધુ પ્રજાતિના ફૂલ લોકોને જોવા મળશે.. આ સાથે 30થી વધુ સ્કલ્પચરનો સમાવેશ કરવામાં આવ્યો છે.વિવિધતામાં એકતાના ભાવનું પ્રદર્શન વિશેષ કરવામાં આવ્યું છે. 6 ઝોનમાં અલગ-અલગ પ્રદર્શન મૂકવામાં આવ્યા છે. 2024ની સરખામણીએ લગભગ આ વર્ષ 2025માં દોઢથી બે ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છો.
આ વખતે ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો..12 વર્ષથી નાના બાળકો માટે મફત પ્રવેશ આપવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. ખાસ કરીને આ વખતે ફ્લાવર શોમાં ભીડ ન થાય તેના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.