હાલમાં ગોવાની ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25માં શાનદાર શરૂઆત કરી હતી. ગોવાએ તેની પ્રથમ મેચમાં ઓડિશાને કારમી રીતે હરાવ્યું હતું. આ મેચમાં ગોવા માટે ઝડપી બોલર અર્જુન તેંડુલકરે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. ખરેખર, તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન, અર્જુન તેંડુલકર ટૂર્નામેન્ટના અધવચ્ચે જ ટીમની બહાર હતો, પરંતુ વિજય હજારે ટ્રોફીમાં તેણે જોરદાર વાપસી કરી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગોવાએ 50 ઓવરમાં 4 વિકેટે 371 રન બનાવ્યા હતા. આ રીતે ઓડિશાને 372 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
અર્જુન તેંડુલકરે કરી જોરદાર બોલિંગ
ગોવા તરફથી ઈશાન ગાડેકરે સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. જ્યારે દર્શન મિસાલે 79 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય સુયશ પ્રભુદેસાઈએ 74 રનની ઈનિંગ રમી હતી. તેમજ સ્નેહલ કૌથંકરે 67 રન બનાવ્યા હતા. તે જ સમયે, અર્જુન તેંડુલકરને બેટ્સમેન તરીકે તક મળી ન હતી, પરંતુ તેણે બોલિંગમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. અર્જુન તેંડુલકરે 10 ઓવરમાં 6.10ના ઇકોનોમી રેટથી 61 રન આપીને 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. અર્જુન તેંડુલકરે કાર્તિક બિસ્વાલ, અભિષેક રાઉત અને રાજેશ મોહંતીને આઉટ કર્યા હતા. અર્જુન તેંડુલકર ઉપરાંત શુભમ તારી અને મોહિત રેડકરને 2-2 સફળતા મળી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફ્લોપ
તમને જણાવી દઈએ કે તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જુન તેંડુલકરનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. અર્જુન તેંડુલકર આ ટૂર્નામેન્ટની 3 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો. જે બાદ આ ખેલાડીને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ અર્જુન તેંડુલકર દુબઈમાં રજાઓ ગાળતો જોવા મળ્યો હતો, પરંતુ હવે આ ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં જોરદાર વાપસી કરી છે.
અર્જુનનો ફર્સ્ટ ક્લાસમાં કેવો છે દેખાવ
અર્જુને તેંડુલકર 17 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 37 વિકેટ લીધી છે, જેમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 5/25 રહ્યું છે અને એવરેજ 33.51 રહી છે. લિસ્ટ A અને T20માં અર્જુન અનુક્રમે 21 અને 26 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. આ ઉપરાંત અર્જુન તેંડુલકરની બેટિંગ લાઈન પણ સારી માનવામાં આવે છે. થોડા સમય પહેલા તેમણે ગોવાની ટીમે વિજય હજારે ટ્રોફીના માટે શાનદાર બેટિંગ કરી હતી. જેનાથી ટીમનું મનોબળ પણ વધી ગયું હતું. આવનાર દિવસોમાં પણ તેઓ સારું પ્રદર્શન કરશે.