બાહુબલી અતીક અહેમદના પુત્ર અસદના એન્કાઉન્ટર બાદ યુપી પોલીસે દાવો કર્યો છે કે અતીકને છોડાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું, તેથી અસદ ઝાંસી પહોંચી ગયો હતો. યુપી પોલીસના એડીજી કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે અસદ ગેંગના સભ્યો સાથે અતીકના કાફલા પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો હતો. પોલીસને તેનો ઈનપુટ મળ્યો, ત્યારબાદ STF સક્રિય થઈ.
ગુરુવારે UP STFએ અસદ અને અતીક ગેંગના શૂટર ગુલામ મોહમ્મદને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. જો કે યુપી પોલીસનો આ દાવો કેટલો સાચો છે તે તો મેજિસ્ટ્રેટની તપાસ બાદ જ ખબર પડશે. સુપ્રીમ કોર્ટના નવા નિર્દેશ મુજબ એન્કાઉન્ટર બાદ મેજિસ્ટ્રેટ દ્વારા મામલાની તપાસ કરવાની રહેશે.
તેમજ સવાલ એ છે કે ફરાર ગુનેગાર પોલીસ કાફલા પર હુમલો કરવાની હિંમત કરી શકે? અસદના એન્કાઉન્ટર પર વિપક્ષી નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે. AIMIMના અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે યુપીમાં ધર્મના આધારે એન્કાઉન્ટર થયું છે. સપા સુપ્રીમો અખિલેશ યાદવે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
મુસ્લિમ ફાઉન્ડેશનના પ્રમુખ શોએબ જમાઈએ કહ્યું છે કે અતીકના પરિવારનું એન્કાઉન્ટર થશે, આ ચર્ચા પહેલાથી જ ચાલી રહી હતી. અસદની હત્યાને એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગની શ્રેણીમાં રાખવી જોઈએ.
5 લાખના ઈનામી આરોપી અસદ તાજેતરમાં પ્રયાગરાજમાં બીજેપી નેતા ઉમેશ પાલની હત્યા બાદ ચર્ચામાં આવ્યો હતો. ઉમેશ પાલની હત્યા બાદ અતીકે અસદને સિંહ ગણાવ્યો હતો.
12મું પાસ કર્યા બાદ અસદે આતિકનો બિઝનેસ સંભાળી લીધો. ઉમેશ પાલની હત્યા બાદ અસદ પોલીસના રડાર પર હતો.