સોશિયલ મીડિયામાં પ્રખ્યાત થવા માટે કેટલાક યુઝર્સ જાતિ, સમાજ અને ધર્મને નિશાન બનાવી અપમાનજનક ટિપ્પણીઓ કરે છે. તાજેતરમાં mr_vanraj_thakor_305 નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે આદિવાસી સમાજની મા-બહેનો પર અભદ્ર ટિપ્પણી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. આ ઘટનાને લઈ આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સમાજના નેતાઓ અને સક્રિય યુવાનોએ વનરાજ ઠાકોર નામના યુઝર સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
સોશિયલ મીડિયામાં વિરોધની લહેર
આદિવાસી સમાજના સભ્યો અને સમર્થકો સોશિયલ મીડિયામાં આ વીડિયોની લિંક અને સ્ક્રીનશોટ શેર કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. તેઓ સાયબર સેલ અને જવાબદાર ટેગ કરીને તાત્કાલિક પગલાં ભરવા અપીલ કરી રહ્યા છે.
સમાજના આગેવાનોનું કહેવું છે કે, કોઈ પણ સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવી યોગ્ય નથી. આવા તત્વો સામે કડક પગલા લેવાશે તો જ ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આ પ્રકારની ગેરવર્તણૂક કરવાનો વિચારે નહીં.
કાયદેસર પગલાં લેવાશે?
ગુજરાત સાયબર સેલ દ્વારા તાજેતરમાં આવા અનેક કેસોમાં પગલાં લેવાયા છે. જો આ મામલે જવાબદાર અધિકારીઓ આ બાબતે ગંભીરતા દાખવશે, તો સાયબર સેલ આરોપી વિરુદ્ધ IPC ની સક્રિય કલમો હેઠળ ફરિયાદ નોંધી શકે છે. અને સમાજમાં દાખલો બેસાડી શકશે. આદિવાસી સમાજના સદસ્યો એ પણ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરાશે.