ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ફરી એકવખત દારૂ હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દારૂના બનાવટી બિલ બનાવી પોર્ટલથી દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે. SOG પોલીસે દિલ્હી ટ્રાન્સપોર્ટ મારફતે દારૂની હેરાફેરીનો સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે. સાથે જ અમદાવાદ પોલીસે પ્રેમ દરવાજા નજીકથી દારૂના જથ્થા સાથે એક ભેજાબાજની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલો શખ્સ નીતિન બોરસે નામના આરોપીએ ઓનલાઈન પોર્ટલ એપ્લિકેશન દ્વારા વિદેશી દારૂ મંગાવ્યો હતો.
ભારત ગોલ્ડન ટ્રાન્સપોર્ટ પર દારૂનો જથ્થો પહોંચતા જ SOG પોલીસે રેડ કરી સમગ્ર દારૂ હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે રિક્ષા સહિત કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાય સમયથી દારૂબંધી છે.
સરકાર પણ ગુજરાતમાં દારૂબંધી હોવાની મોટી-મોટી વાતો કરે છે પણ ગુજરાતના ગમે તે જિલ્લામાંથી વિદેશી દારૂની હેરાફેરી અથવા તો દારૂનું વેચાણ ઝડપાઈ જતું હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે, ગુજરાતમાં ક્યાં છે દારૂબંધી ? અને જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી ગુજરાતમાંથી કેમ રોજે રોજ દારૂ ઝડપાય રહ્યો છે. પોલીસ દ્વારા તો દારૂ હેરાફેરી કરતા શખ્સનો ઝડપી સજા કરવામાં આવે છે તે છતાં કેટલાક શખ્સો દરરોજ દારૂની હેરાફેરી કરી રહ્યા છે.