ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીની મોટર સાયકલ સાથે ફરતા આરોપીને ઝડપી પાડી વાહન ચોરીનો ગુનો ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી તથા પેરલ ફર્લો તાપી, તાપી એસપી દ્વારા તાપી જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા બુટલેગરો પર થતા જિલ્લામાં ગુના આચરી નાસ્તા, ફરતા આરોપીઓને ડિટેક્ટ કરી કડક કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી.
જે સૂચના અંતર્ગત ડીએસ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તાપીનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એસ વસાવા અને તેમની ટીમના માણસો સોનગઢ ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ સ્ટાફના કર્મચારીઓ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઇ નાઓને ખાનગી રહે બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર વગરની ચોરીની સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈ ઉકાઈથી સોનગઢ તરફ જનાર છે. તેવી હકીકતે બાતમી મળતા ઉકાઈ રોડ પર કેસરીનંદન સોસાયટી પાસે બાતમી વાળો શખ્સ દેખાતા તેને ઊભો રાખી તેની પૂછપરછ કરતા અને બાઇક અંગે તેની પૂછપરછ કરતા તેની પાસેથી નંબર વગરની ગાડી મળી આવી હતી. આ શખ્સ પાસે ગાડીના કાગળો પણ ન હોવાનું જણાય આવતા આરોપી રાકેશ વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. જે બાદ આરોપીની ધરપકડ કરી પોલીસે ઉકાઈ પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપી દીધો હતો. તેમજ પકડાયેલા આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું પણ કબૂલ કરી લીધું હતું.
કોણ છે આરોપી :-
આરોપી રાકેશભાઈ રામભાઈ વસાવા રહેઠાણ સરૈયા નિસાળ ફળિયુ. જિલ્લો તાપી તેમજ હાલનું રહેઠાણ તાલુકો સાગબારા જીલ્લો નર્મદા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા શખ્સ પાસેથી હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર બાઈક મળી આવી હતી.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
પોલીસ ઇન્સ્પેક્ટર ડી એસ ગોહિલ એલસીબી તાપી, પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ વસાવા પેરલ ફર્લો સ્કોર્ડ તાપી, તથા એસઆઇ જગદીશ જલારામ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રામાભાઇ, પોલીસ કોન્સ્ટેબલ અરૂણભાઇ જાલમસિંહ, તેમજ અન્ય કર્મચારીઓની વાત કરવામાં આવે તો એએસઆઈ આનંદજી ચેમાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઈ સવજીભાઈ આ તમામ કર્મચારીઓએ ચોરીની બાઈક લઈ ફરી રહેલા શખ્સને ઝડપી પાડી તેની પાસેથી બાઈક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.