લોક સમાચાર,તાપી
ઉચ્છલ તાલુકાના જૂની જામલી ગામના સ્થાનિકોમાં રોષ જોવા મળે છે. કારણ કે ગામમાં રહેતા રણજીત પારામતિયાએ ગામની ટાંકીમાં પાણી ચઢાવવા માટેની મોટરનો ઉપયોગ પોતાના ખેતરમાં પાણી વાળવા માટે કરતા ગ્રામ લોકો ગુસ્સે ભરાયા છે.
જૂની જામલી ગામે પીવાના પાણીની તકલીફ હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી બનાવવામાં આવી છે. જે ટાંકીમાં ગામ લોકો પાણી ચઢાવવા માટે વિચારી રહ્યા હતા. આ સમય દરમ્યાન ખબર પડે છે કે, ટાંકીમાં પાણી ચઢાવવા માટેની જે મોટર છે, તે તો રણજીતભાઇ પોતાના ખેતરમાં પાણી વાળવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે.
જ્યારે આ મોટર મુદ્દે ગામ લોકો રણજીત સાથે વાત કરવા જાય છે.. ત્યારે પોતાને દાદા સમજતા રણજીતભાઈ કહે છે કે, આ મોટર અહીંથી કોઈ પણ જગ્યાએ જશે નહી.. તમારે જે કરવું હોય એ કરી લો તેવું કહી રહ્યા હતા. આ ઘટના બાદ ગામના લોકો ગ્રામપંચાયત સામે પણ ગુસ્સે ભરાયા છે.
સરકાર દ્વવારા છેવાડાના ગામડાઓ રહેતા લોકોને પીવાનું પાણી સહેલાઈથી મળી રહે તે માટે સુવિધાઓ ઊભી કરવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો પોતાને દાદા સમજી પોતાનું ધાર્યું કરતા હોય છે. જેના કારણે ગામ લોકોને પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છ.