દેશની રાજધાની દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામોમાં ભાજપની બહુમતી સાથે જીત જોવા મળી રહી છે. તો આમ આદમી પાર્ટીની કારમી હાર નક્કી થઈ છે. AAP પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પણ ચૂંટણી હારી ગયા છે. જંગપુરામાંથી મનિષ સિસોદિયા ચૂંટણીની જંગ હાર્યા છે. કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી. દિલ્હીમાં 1993 બાદ પ્રથમ વખત ભાજપ જીતી છે. અરવિંદ કેજરીવાલ 2013થી દિલ્હીમાં શાસન કરી રહ્યા હતા.
ભાજપની 36 બેઠકો પર જીત થઈ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની 55 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા છે. જેમાં ભાજપે 36 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે AAP એ 19 બેઠકો પર જીત હાંસલ કરી છે. હજી 15 બેઠકોના અંતિમ પરિણામ આવવાના બાકી છે. જેમાં આપ ચારમાં અને ભાજપ 11માં લીડ કરી રહ્યું છે.
આપ પાર્ટીના આધ્યક્ષ કેજરીવાલે હાર સ્વીકારી
अपने बेटे को इतना प्यार देने के लिए दिल्लीवसियों का तहे दिल से शुक्रिया। आज दिल्ली वालों ने एक नई राजनीति को जन्म दिया “काम की राजनीति”। ये भारत माता की जीत है। जय हिंद। pic.twitter.com/q5xP8ytYvc
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 11, 2020
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર પર પક્ષના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે કે, આજે દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા છે. અને જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેનો હું સ્વીકાર કરૂ છું. તમારો નિર્ણય માન્ય. હું ભાજપને જીતની શુભેચ્છાઓ પાઠવું છું.
પીએમ મોદીએ જીત મુદ્દે આપ્યું નિવેદન
દિલ્હીમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, જનશક્તિ સર્વોપરિ! વિકાસ જીત્યો, સુશાસનની જીત થઈ. દિલ્હીમાં ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ તમામ દિલ્હીવાસીઓને મારા વંદન અને અભિનંદન. તમે જે અતૂટ વિશ્વાસ અને સ્નેહ વરસાવ્યો છે. તેના બદલ આભાર. અમે દિલ્હીની ચારેબાજુ વિકાસ અને અહીંના લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે કોઈ કસર બાકી રાખીશું નહીં. આ અમારી ગેરેંટી છે. અમે સુનિશ્ચિત કરીશું કે, વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની ભૂમિકા મહત્ત્વની બને.
કાલકાજી બેઠક પર આતિશીની જીત
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કાલકાજી બેઠક પર જીત મેળવ્યા બાદ આતિશીએ કાલકાજીના લોકોનો ધન્યવાદ માન્યો હતો. તેમણે ટીમને પણ શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, દિલ્હીની જનતાનો જનાદેશ સ્વીકાર કરુ છું. જો કે, ભાજપ વિરૂદ્ધ જંગ જારી રહેશે. અમે ખોટાની વિરૂદ્ધ હંમેશા લડતા રહીશું. અમારો સંઘર્ષ ક્યારેય પૂરો નહીં થાય. આ ઉપરાંત કઈ બેઠક પર હાર થઈ તેની પણ ઝીણવટથી ચર્ચા કરી તપાસ કરવામાં આવશે.