નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ બજેટ મંગળવારે રજૂ કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં રોજગારને પ્રોત્સાહન, આવકવેરામાં મુક્તિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 24 અબજ ડોલરના પેકેજની જાહેરાત કરી છે. આમાં બિઝનેસ સંબંધિત પગલાં સામેલ છે જેથી નોકરીઓ વધી શકે. આ ઉપરાંત યુવાનો અને મહિલાઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા છે. બજેટમાં કોને ફાયદો થયો અને કોને નુકસાન થયું તેના પર એક નજર કરીએ.
બજેટમાં કોને ફાયદો?
યુવાઃ
મોદી સરકારની નવી નીતિઓ ભારતના યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ યોજનામાં પ્રથમ વખત નોકરી મેળવનાર તમામ નવા લોકોને એક મહિનાનો પગાર આપવાનો સમાવેશ થાય છે. બજેટમાં યુવા કૌશલ્ય કાર્યક્રમો તેમજ યુવા ભારતીયો માટે ટોચની 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ પ્રોગ્રામની પણ જાહેરાત કરવામાં આવી છે.
મોદીના સાથી:
આંધ્રપ્રદેશ અને બિહાર – ભાજપના સહયોગીઓ દ્વારા શાસિત રાજ્યો – બજેટમાં ફોકસમાં રહ્યા. સરકારે બહુપક્ષીય એજન્સીઓ દ્વારા આંધ્રપ્રદેશ માટે રૂ. 15,000 કરોડના પેકેજની જાહેરાત કરી હતી, જ્યારે બિહાર માટે રૂ. 58,900 કરોડના અલગ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં બિહારમાં રસ્તાઓ, એરપોર્ટ, મેડિકલ કોલેજ અને પ્રવાસન સ્થળોને સુધારવાનો ઉલ્લેખ છે.
સ્ટાર્ટઅપ્સઃ
સરકારે ‘એન્જલ ટેક્સ’ નાબૂદ કર્યા બાદ ભારતના સ્ટાર્ટ-અપ સેક્ટરને ફાયદો થશે.
મધ્યમ વર્ગ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે આવકવેરાની જોગવાઈઓમાં કેટલાક ફેરફારોની જાહેરાત કરી, મધ્યમ વર્ગ અને રોજગારી ધરાવતા લોકોને રાહત આપી. સ્ટાન્ડર્ડ ડિડક્શનને 50 ટકા વધારીને રૂ. 75,000 કરવાની અને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ બજેટમાં મૂકવામાં આવ્યો હતો. નાણામંત્રીની આ જાહેરાતોને નોકરીયાત લોકોના હાથમાં થોડા વધુ પૈસા નાખવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
જ્વેલરી:
ભારત સરકારે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની દરખાસ્ત કરી છે, જેમાં સોનાની ડ્યુટી ઘટાડીને 6% કરવામાં આવી છે. આ જાહેરાત બાદ ટાઇટન અને કલ્યાણ જ્વેલર્સ જેવી કંપનીઓના શેરમાં વધારો થયો હતો.
ઇલેક્ટ્રિક વાહનો
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકારે કોઈ નીતિ જાહેર કરી નથી