કેવડિયા વિસ્તારમાં વહીવટી તંત્ર પાસે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કોઈ નક્કર આયોજન ન હોવાના કારણે પ્રજામાં ઉગ્ર અસંતુષ્ટિ જોવા મળી રહી છે. અનેક ખેડૂત અને ગ્રામજનો પોતાના હક્ક માટે વિરોધનો આશરો લેતા જોવા મળ્યા છે. થોડાક મહિના અગાઉ કેવડિયા ગામના એક અસરગ્રસ્ત ખેડૂતે પોતાની માંગણીઓ પૂર્ણ ન થતા મોબાઇલ ટાવર પર ચડીને વિરોધ કર્યો હતો. આ પછી ભૂમલિયા ગામના યુવાને સરદાર સરોવર પરની ક્રેન પર ચડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હાલ, ફરી એકવાર એક મહિલા અને અન્ય એક વ્યક્તિએ મોબાઇલ ટાવર પર ચડીને પોતાની સમસ્યાઓને લઈને અવાજ ઉઠાવ્યો હતો. તેમ છતાં, સમસ્યાના ઉકેલ માટે સરકાર અથવા વહીવટી તંત્ર કોઈ ઉપાય શોધવા માટે તત્પર જણાતું નથી. સામેથી, પ્રજાના આ વિરોધોથી પોતાની સુરક્ષા કેવી રીતે થઇ શકે તેના માટે જ તેઓ પ્રયત્નશીલ છે.
આવર્ષે કેવડિયામાં સતત હોબાળો થતાં વહીવટી તંત્રએ બધા મોબાઇલ ટાવર આસપાસ ફેન્સિંગ લગાવી પોલીસ તૈનાત કરી છે. આ પગલું લોકોના પ્રશ્નો ઉકેલવા માટે નહીં, પણ ટાવરની સુરક્ષા માટે લેવામાં આવ્યું છે. સરકાર અને વહીવટી તંત્રનો અભિગમ લોકોનું માનવું છે કે સરકાર સંવાદ દ્વારા સમાધાન લાવવાને બદલે વિરોધ કરતા લોકો સામે કાર્યવાહી કરે છે. આથી લોકોએ હવે પોતાનાં અનોખા અંદાજમાં અવાજ ઉઠાવવાની નવી રીતો અપનાવી છે. પ્રજાના પ્રશ્નોના ઉકેલની જગ્યાએ, વહીવટી તંત્ર પોતાની જવાબદારી છોડીને આ પ્રકારના વિરોધોથી બચવા માટે ઉપાય શોધી રહ્યું છે, જે લોકોને વધુ ઉગ્ર બનાવે છે.
ત્યારે સવાલ પણ એ થાય છે કે સરકારે તેમજ સ્થાનિક વહીવટી તંત્રએ સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનું હોય છે. પરંતુ વિરોધ કરી રહેલા લોકોને પણ અટકાવા માટે પોલીસે સ્થાનિક તંત્રએ ટાવર પાસે પોલીસ મૂકી દીધી છે.. સ્થાનિક લોકો છેલ્લાં કેટલાક સમયથી વિવિધ પાયાના પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે. અનેક વાર રજૂઆતો કરે છે. અનેક વાર વિરોધ કરે છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે લોકો ટાવર પડી ચડી વિરોધ કરતા હતા પણ હવે તો સરકારે ટાવર પાસે પણ પોલીસ ગોઠવી દીધી છે. તો સ્થાનિક વિરોધ કરીને થાકી ચૂક્યા છે