ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં માહોલ જામ્યો છે. આ બધાં વચ્ચે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી 2 ગુજરાતી નેતાઓને બહાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને નેશનલ જનરલ સેક્રેટરી બનાવી દેવામાં આવ્યા છે.
ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાની સંગઠનમાંથી બાદબાકી
રાજધાની દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં ફેરફાર કરાયા છે. અને બે ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવી તેમને નવી જબાબદારી સોંપાવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂક પણ કરી છે.