ચીનમાં હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (hMPV)ના ઝડપથી ફેલાતા ભય દિવસેને દિવસ લોકોમાં વધારેને વધારે ભય ફેલાવી રહ્યો છે.કોરોના વાયરસ જેવી મહામારીનું રૂપ લઈ શકે છે. ભારતમાં પણ આના પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ બધાં વચ્ચે ભારત સરકારે કહ્યું છે કે ભારત આ વાયરસનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ગભરાવાની જરૂર નથી. તેલંગાણા સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે રાજ્યમાં હજુ સુધી કોઈ કેસ નોંધાયો નથી.
તેલંગાણા રાજ્યના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી કે રાજ્ય ચીનથી આવતા હ્યુમન મેટાપ્યુમોવાયરસ (hMPV)ના સમાચાર પર સતર્ક નજર રાખી રહ્યું છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આરોગ્ય વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
તેલંગાણામાં hMPV નો કોઈ કેસ નોંધાયો નથી
તેલંગાણા આરોગ્ય વિભાગે રાજ્યમાં હાજર શ્વસન ચેપ અંગેના ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે ડિસેમ્બર 2024ની તુલનામાં ડિસેમ્બર 2023 માં ચેપના કેસોમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી.
વાયરસથી બચવા શું કરવું ?
ખાંસી કે છીંક આવતી વખતે તમારા મોં અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી ઢાંકો.
તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
ભીડવાળી જગ્યાઓ ટાળો અને ફ્લૂથી પ્રભાવિત લોકોથી અંતર જાળવો.
જો તમને તાવ, ઉધરસ કે છીંક આવતી હોય તો જાહેર સ્થળોએ જવાનું ટાળો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવો અને પૌષ્ટિક ખોરાક ખાઓ.
તમામ સ્થળોએ પર્યાપ્ત વેન્ટિલેશનની ખાતરી કરો.
જ્યારે તમે બીમાર હોવ ત્યારે ઘરે રહો અને અન્ય લોકો સાથે સંપર્ક મર્યાદિત કરો.
પૂરતી ઊંઘ લો.
આટલી વસ્તૂઓથી દૂર રહોઃ-
હાથ મિલાવવાનું ટાળો.
ટિશ્યુ પેપર કે રૂમાલનો વારંવાર ઉપયોગ કરશો નહીં.
બીમાર લોકોના સંપર્કમાં ન આવવું.
તમારી આંખો, નાક અને મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળો.
ડૉક્ટરની સલાહ વિના દવાઓ ન લેવી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શું કહ્યું?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચીનમાં HMPV (હ્યુમન મેટાપ્યુમોવાયરસ) ના ફેલાવાની સંભાવના પર તણાવ વચ્ચે લોકોને શાંત રહેવા વિનંતી કરી અને ખાતરી આપી કે ભારત શ્વસન રોગોનો સામનો કરવા માટે સારી રીતે તૈયાર છે અને ચીનમાં પરિસ્થિતિ અસામાન્ય નથી.ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoH&FW) ના DGHS અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ના ડિરેક્ટરે એક નિવેદન બહાર પાડ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેટાપ્યુમોવાયરસ (hMPV) એ સામાન્ય શ્વસન ચેપનો વાયરસ છે, જે શિયાળાની ઋતુમાં શરદી અને ફ્લૂ જેવા લક્ષણોનું કારણ બને છે. તે ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોને અસર કરે છે.