ભારતીય ટીમનો સ્ટાર બેટસમેન રિંકુ સિંહની થનારી પત્નીને ભર બજારે ગુસ્સો આવતા હાહાકાર મચી ગયો છે. સમગ્ર મામલાની વાત કરીએ તો, રિંકુ સિંહની ભાવિ પત્ની અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ આજકાલ ખૂબ ચર્ચામાં છે. સરોજ પ્રિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભડકતી જોવા મળી હતી. પણ સાંસદ પ્રિયા સરોજ કેમ ગુસ્સે થયા તેના વાત કરીએ તો
ઉત્તર પ્રદેશના મછલીશહરના સાંસદ પ્રિયા સરોજ અયોધ્યાના હનુમાનગઢીના મહંત રાજુ દાસ પર પ્રહાર કરતા જોવા મળ્યા. હકીકતમાં, મહંત રાજુ દાસે મુલાયમ સિંહ યાદવની પ્રતિમા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના પર પ્રિયા સરોજ ગુસ્સે થઈ ગઈ હતી અને તેમણે કહ્યું હતું કે મહંત રાજુ દાસ સામે વહેલી તકે કાર્યવાહી થવી જોઈએ અને તેમને જેલમાં મોકલવા જોઈએ.પ્રિયા સરોજે મહંત રાજુ દાસની અશ્લીલ ટિપ્પણી પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને તેના એકાઉન્ટ પર લખ્યું હતું કે, “શું આ બાબા છે? શું આટલી ખરાબ ભાષા વાપરનાર વ્યક્તિ બાબા હોઈ શકે? તે હજુ સુધી જેલમાં કેમ નથી ગયો?” વધુમાં, ઉત્તર પ્રદેશ પોલીસને ટેગ કરતા તેમણે લખ્યું, “પૂજ્ય નેતાજી પર ખોટી ટિપ્પણી કરવા બદલ આ વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરો.”
રિંકુ સિંહ સાથેના લગ્નના સમાચારો વાયરલ થયા
તમને જણાવી દઈએ કે પ્રિયા સરોજ અને રિંકુ સિંહના લગ્નના સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. પ્રિયા સરોજના પિતા તૂફાની સરોજે પુષ્ટિ આપી છે કે પ્રિયા અને રિંકુ ટૂંક સમયમાં સગાઈ કરશે અને ત્યારબાદ બંને લગ્ન કરશે. પિતાએ કહ્યું કે બંને પરિવારો આ સંબંધને સ્વીકારે છે. આ ઉપરાંત, પિતાએ એ પણ ખુલાસો કર્યો કે રિંકુ અને પ્રિયા એકબીજાને પસંદ કરે છે અને બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજા સાથે વાત કરી રહ્યા છે.