35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ખ્યાતિકાંડ બાદ જાગી સરકાર PMJAY યોજનાની નવી SOP જાહેર..ખાસ વાંચી લેજો !


અમદાવાદમાં ખ્યાતિકાંડ બાદ ગુજરાતની ભાજપ સરકાર જાગી છે. અને PMJAY યોજનાની નવી SOP સોમવારે જાહેર કરી છે. PMJAY યોજનામાં ખાનગી હોસ્પિટલોએ કરેલી ગેરરીતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નિયમોનો ભંગ કરનાર હોસ્પિટલો અને તબીબો પર લેવાયેલા દંડાત્મક પગલાનો પણ રાજ્યના આરોગ્ય પ્રધાને ઉલ્લેખ કર્યો હતો. PMJAY યોજનાની નવી માર્ગદર્શિકામાં અલગ અલગ રોગોની સારવાર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

સરકારે ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકા બનાવી છે…કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા આપવામાં આવશે. આ સિવાય હોસ્પિટલોમાં ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા ફરજીયાત રહેશે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની સી.ડી. અથવા વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સીનાં કેસમાં સી.ડી. અથવા વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે. બે સ્ટેન્ડ મુકવા હોય ત્યાં સુધી દર્દીઓની મજૂરી પરંતુ ત્રણ સ્ટેન્ડ મુકવા હશે તો હાઈ ઓથોરિટી ની પરવાનગી લેવી પડશે

જો કેન્સરની સારવારની વાત કરીએ તો તેના માટે બનાવેલી માર્ગદર્શિકામાં યોગ્ય સારવારના પ્લાન અંગે સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ નિર્ણય લેશે. આ સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડમાં મેડીકલ ઓન્કોલોજિસ્ટ, સર્જીકલ ઓન્કોલોજિસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજિસ્ટ રહેશે…દર્દીની સારવાર માટે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ અપલોડ કરવાનું ફરજીયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપીમાં કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ અને ઇમેજ કિલો વોટમાં જ લેવાનું ફરજીયાત. કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં સુધારા કારાયા. મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર કે યોનીમાર્ગનું કેન્સર જેમાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે અન્ય હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં. રેડિયોથેરાપીનાં મશીન માટે પણ નક્કી થયેલા ગુણવત્તાનાં માપદંડનું પાલન કરવું પડશે. હોસ્પિટલે તેનો રેકોર્ડ નિભાવવાનો રહેશે.

રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે…યોજના હેઠળની ખાનગી હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીને અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Collegesમાંથી અલગ ટીમ બનાવાશે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લાની પેનલ લેવાયેલી હોસ્પિટલની મુલાકાત લઇ ચકાસણી કરશે. લાભાર્થીની સારવાર અંગે કોઇ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને લાવવામાં આવશે. CDHO અથવા MOHએ ફરજીયાત માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે. થર્ડપાર્ટી ઓડિટના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ફિલ્ડ ઓડિટની કામગીરી કરવામાં આવશે. જેમાં ફિલ્ડ ઓડિટ ટીમ દૈનિક ધોરણે બેથી ત્રણ ટકા કેસોનું ફિલ્ડ ઓડિટ કરશે. વીમા કંપનીઓ પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ સાથે લઇ ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ વધુ સઘન બનાવવામાં આવશે. હોસ્પિટલ દ્વારા સારવારના પેકેજીસનો દુરઉપયોગ થતો અટકાવવા માટે NHAને જરૂરી પ્રકારના ટ્રીગર જનરેટ કરવા રજૂઆત કરવામાં આવી છે..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!