મોટાભાગે ગુજરાતમાં મકર સંક્રાંતિ પછી ઠંડી વિદાય લેતી હોય છે. પણ આ વર્ષે એવું નથી બન્યું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીમાં પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં સવારે સામાન્ય ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ લોકોને થાય તેવી શક્યતા છે. આગામી 10થી 16 ફેબ્રુઆરી સુધી ગરમીનો અહેસાસ થશે. બાદમાં 17 થી 19 ફેબ્રુઆરીના દિવસે ફરી પવનનું જોર વધતા ઠંડી પડશે. ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ છે. તો આ તરફ કચ્છના મોટા ભાગના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી છે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી અને સૌરાષ્ટ્રમાં 13 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે.
ગુજરાતના 5 જિલ્લામાં પડશે માવઠું
મહત્વનું છેકે, ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને સૌરાષ્ટ્ર-કચ્છમાં શીત લહેર જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાક સમયથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદ, ગાંધીનગર,વડોદરા, સુરત, નર્મદામાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત તાપી, નવસારી, દાહોદમાં પણ માવઠુ પડે તેવી શક્યતાઓ છે.