ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફરી એકવાર વિદ્યાસહાયકના ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.. વિદ્યાસહાયકના ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. ટેટ-1ના વિદ્યાસહાયક ઉમેદવારોએ વિરોધ અને હલ્લાબોલ કરી વિરોધ નોંધવ્યો હતો.
વિદ્યાસહાયકની માંગણીઓ શું ?
ટેટ-1ના વિદ્યાસહાયક ઉમેદવારો દ્વારા ધોરણ 1થી 5માં વિદ્યાસહાયકોની જગ્યાઓ વધારવાની માગ કરવામાં આવી છે.. આ ઉપરાંત 30 ટકાની જગ્યાએ 50 ટકા ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. ટેટ-1 પાસ ઉમેદવારો છેલ્લા 4 મહિનાથી જગ્યાઓ વધારવા માટે માગ કરી રહ્યા છે. પરંતુ તેમની માગ અત્યાર સુધી ન સંતોષતા રેલી યોજી મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉમેદવારોની માગ છે કે, સરકાર દ્વારા ટેટ-1ના વિદ્યાસહાયકના ઉમેદવારોની ભરતી તાત્કાલિક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.
વિદ્યાસહાયક ઉમેદવારોની રજૂઆત:-
ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાસહાયક ઉમેદવારોએની રજૂઆત છે કે તારીખ 31-7-2024ની સ્થિતિએ RTI મુજબ ધોરણ 1થી 5માં કુલ 16 હજાર 181 જગ્યાઓ ખાલી હતી. જે બાદ 30-10-2024ની સ્થિતિએ RTIની માહિતી પ્રમાણે ધોરણ 1થી 5માં કુલ 1,799 શિક્ષક નિવૃત થયા હતા.. જેને લઈ જગ્યા વધારવા માગ કરવામાં આવી રહી છે. જો સરકાર યોગ્ય જગ્યાઓ વધારી ભરતી કરે તો ટેટ-1 વિદ્યાસહાયક ઉમેદવારોને નોકરી મળે તેમ છે.