ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમન્સ સર્જાતા ગુજરાતના માથે કરા સાથે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે આગામી શનિવારે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જ્યારે રાજન્યાના 12 જિલ્લામાં કારા સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી શનિવારે 30 થી 40 કિલોમીટરે પવન ફૂકાવાની સંભાવના છે. જ્યારે ગાજવીજ સાથે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રાજ્યના કેટલાક જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આવતીકાલની વાત કરીએ તો ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના સ્થળે વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2.3 ડિગ્રીનો વધારો થતા ઠંડીમાં આંશિક ઘટાડવા અનુભવાશે. આ પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ગતરાત્રિએ અમદાવાદમાં 18.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચથી છ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદનું તાપમાન 16 થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે ગદરાત્રીએ નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલી ઠંડી પડી તેની વાત કરીએ તો,
- નલિયા 9.8 ડિગ્રી
- ભુજ 10 ડિગ્રી
- રાજકોટ 11 ડિગ્રી
- અમરેલી 13.6 ડિગ્રી
- પોરબંદર 14.6 ડિગ્રી
- કંડલા 14.6 ડિગ્રી
- ડીસામાં 15.3 ડિગ્રી
- ભાવનગર 17.0 ડિગ્રી
- ગાંધીનગર 17.8 ડિગ્રી
- સુરત 18.4 ડિગ્રી
- અમદાવાદ 18.6 ડિગ્રી
- વડોદરા 19.9 ડિગ્રી
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવતા રાજ્યોના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કારણ કે ડાંગર અને શેરડીની કાપણી થયા પછી અત્યારે ભીંડા, કબીજ, ફ્લાવર જેવા પાકોનું વાવેતર કરવાનો સમય છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા તેમજ કમોસમી માવઠું પડતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તો બીજી તરફ રાજ્યમાં બેવડી ઋતુ અનુભવતા લોકોને પણ શરદી, ખાસી, તાવ, મલેરિયા જેવી તકલીફ થવાની ફરિયાદો સામે આવી છે. બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર મોટી અસર જોવા મળે છે. સાથે રાત્રે ઠંડી અને દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાય રહ્યા છે. શરદી ખાસીના કેસ વધતા લોકોના આરોગ્ય પર મોટી અસર પડી રહી છે. હવામાન વિભાગે હજુ પણ શનિવાર સુધી માવઠાની આગાહી કરી છે.