ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે, જ્યારે બીજી તરફ હવામાન વિભાગ કંઈક અલગ જ આગાહી કરે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસને આગાહી કરી છે. જેમાં આગામી 02-03 ફ્રેબુઆરીએ રાજ્યના કેટલાક જિલ્લાઓ જેમ કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી માવઠાની આગાહી આપતા રાજ્યના ખેડૂતોમાં ચિંતામાં મુકાય ગયા છે.
ગુજરાતના 7 જિલ્લાઓમાં માવઠાની વકી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું જોર ઘટી રહ્યું છે. જેમાં ખાસ કરીને વહેલી સવારે અને રાત્રીના સમય ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, હવામાન વિભાગે 5 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નહીં થાય તેવી આગાહી કરી છે. મહત્વનું છે કે સિનોપ્ટિક સિચ્યુએશનમાં ઉત્તર પશ્ચિમી પવનો રાજ્યના નીચલા સ્તરમાં પ્રવર્તતી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 02-03 ફ્રેબુઆરીના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને કુલ 7 જિલ્લામાં માવઠું પડવાની આગાહી છે.
છેલ્લાં 24 કલાકમાં નોધાયેલું તાપમાન
અમદાવાદ 14 ડિગ્રી
સુરેન્દ્રનગરમાં 17.1 ડિગ્રી
ગાંધીનગરમાં 12.2 ડિગ્રી
વડોદરામાં 16.2 ડિગ્રી
ભાવનગરમાં 16.7 ડિગ્રી
રાજકોટમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.