35 C
Ahmedabad
Tuesday, March 18, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ગુજરાતમાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા સૌ નગરજનો સાથે મળીને પ્રયાસ કરીશું : નિલમ પટેલ


લોક સમાચાર, ધરમપુર

ગુજરાતભરમાં યોજાનારા સેવા, સ્વચ્છતા અને પર્યાવરણ રક્ષણના ત્રણ મહાઅભિયાન અંતર્ગત ધરમપુર નગરપાલિકાના દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનના પ્રારંભ અવસરે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે સૌને સહભાગી થવા અપીલ કરી હતી. આ અવસરે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ,ખોબાના સંસ્થાપક યુવા ગાંધીવાદી નિલમ પટેલને પાલિકાએ નગરપાલિકા ધરમપુરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે ચીફ ઓફિસર વિજય ઇટાલીયા, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ પ્રણવ શિંદે, પૂર્વ પાલિકા પ્રમુખ જયદીપસિંહ સોલંકી, પૂર્વ પાલિકા સભ્ય નરેશ પટેલ તથા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સમીપ રાંચની ઉપસ્થિતિમાં નિયુક્તિપત્ર આપ્યો હતો.

આ સાથે શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા કર્મચારી જયેશ છનુ ભરવાડની પસંદગી કરીને તેઓને માસિક ધોરણે એવોર્ડ તથા શ્રેષ્ઠ સફાઈ કર્મચારી તરીકે નાણાકીય પ્રોત્સાહન રૂપે રૂ, ૧૦,૦૦૦/- નો ચેક અર્પણ કરવામાં આવ્યો. તેમજ “એક પેડ મા કે નામ” અંતર્ગત રેન્જ ફોરેસ્ટ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

નિલમ પટેલે આ અવસરે સ્વચ્છતા થકી મારી ઓળખ છે, અને સ્વચ્છતા પરમો ધર્મ અમારું ગમતું કામ છે, તેમજ તેમની ટીમ વખતોવખત પાલિકા સાથે સ્વચ્છતા સહિતની કામગીરીમાં જોડાઈ છે, એમ કહી તેમના ઉપર મુકેલા પાલિકાના વિશ્વાસને સૌ સાથે મળી ધરમપુર નગર સમગ્ર ગુજરાતમાં સૌથી સ્વચ્છ શહેર બનાવવા પ્રયાસ કરવા ખાતરી આપી સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના NSS યુનિટના સ્વયંસેવકો, નગરજનો,પાલિકા સ્ટાફ , લોકમંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!