ગુજરાતમાં હાલ HMPV નો માત્ર એક એક્ટિવ કેસ છે જ્યારે અન્ય છ દર્દીઓ સાજા થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુરના રહેવાસી એક મહિલાને કફ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આ સમસ્યામાં વધારો થતા તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ મહિલાની કોઈ ટ્રાવેલ્સ હીસ્ટ્રી નહીં હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાં આ સાથે જ HMPVના કુલ કેસ વધીને સાત થયા છે. જેમાં બે માસના બાળકથી માંડીને 80 વર્ષના વૃદ્ધ વ્યક્તિનો સમાવેશ થાય છે જાહેર આરોગ્યના અધિક નિયામક નીલમ પાઠક જણાવ્યું કે આરોગ્ય વિભાગના દવાઓ અનુસાર ગુજરાતમાં એચએમપીવીના અગાઉના તમામ છ કેસના દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તેઓ હોસ્પિટલમાં સારવાર અર્થે હતા પણ સાજા થઈ જતા તેમને હોસ્પિટલોમાંથી રજાઓ પણ આપી દેવામાં આવી છે.
હિંમતનગરમાં HMPV સંક્રમિત 8 વર્ષનો બાળક જે વેન્ટિલેટર પર હતો તે પણ થોડા દિવસ અગાઉ સારો થઇ જતા તેને પણ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.એટલે કે, ગુજરાતમાં HMPVના કેસોમાં ઘટાડો થતાં ગભરાવાની કોઈ જરૂર નથી. તેમજ આ વાયરસ એટલે ઘાતક પણ નથી કે જેનાથી માણસનું મોત થાય છે. જો કોઈપણ વ્યક્તિના ગળામાં કફ અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તો તરત નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ યોગ્ય સારવાર લેવી જોઈએ સાવચેતી અને સલામતી જરૂરી.