અરવલ્લીમાં ઘર આંગણે રમતી માસૂમ બની રખડતાં કૂતરાની શિકાર, મોડાસામાં પાંચ વર્ષની બાળકી પર રખડતા શ્વાને જીવલેણ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. કૂતરાએ હાથ-પગ અને મોઢાના ભાગે બચકાં ભરતા મોડાસામાં સારવાર શક્ય ન બનતા વધુ સારવાર માટે બાળકીને અમદાવાદ ખસેડવામાં આવી હતી. બાળકીને હાથે પગે ગંભીર ઈજાઓ થતાં 38 ટાંકા લેવાની ફરજ પડી છે. છ મહિના બાદ બાળકીના હોઢ પર પ્લાસ્કિટ સર્જારી કરવામાં આવશે.