ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર માયા ભાઈ આહિરની તબિયત લથડી. મહેસાણા કડીના ઝુલાસણમાં પોતાના લોકડાયરાના કાર્યક્રમ દરમ્યાન તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ જોવા મળી હતી. સાહિત્યકાર માયા ભાઈ આહિરનો મહેસાણાના કડીના ઝુલાસણમાં અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ પ્રસંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે દરમ્યાન તેમની તબિયત અચાનક લથડી હતી.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
આ ઘટના બાદ માયાભાઈ આહીરને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે, ચાહકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. માયાભાઈ આહીરની અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો માયાભાઈ આહીરની તબિયતમાં અત્યારે સુધારો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે અચાનક ચાલુ કાર્યક્રમમાં માયાભાઈ આહીરની તબિયત લથડતા શ્રોતાઓમાં ચિંતાઓ વધી ગઈ હતી પરંતુ અત્યારે તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી રહી છે. સાથે ડૉક્ટરની ટીમની નજર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે.