પાવી જેતપુર ખાતે યોજાયેલા છોટાઉદેપુર જિલ્લા કક્ષાના 10માં બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાના કુલ પાંચ વિભાગ પૈકી બે વિભાગમાં નસવાડી તાલુકાની બે કૃતિઓ વિભાગ-4માં પાટડીયા પ્રા. શાળા તથા વિભાગ 5 ચામેઠા ગ્રુપ પ્રાથમિક શાળા બાળકો અને એમના માર્ગદર્શક શિક્ષકઓ દ્વારા ઉત્તમ પ્રદર્શન કરી નસવાડી તાલુકાનું નામ રોશન કરેલ છે.
પાટડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ રાઠવા હિરલબેન અને રાઠવા શિલ્પાબેન તેમજ માર્ગદર્શક શિક્ષક દિપીકાબેન ભાગ લીધેલો. ચામેઠા શાળામાંથી વિદ્યાર્થીઓ ભીલ અશ્વિન તેમજ ચૌહાણ અયાન અને માર્ગદર્શક શિક્ષક તરીકે વિજ્ઞાન શિક્ષિકા સેજલબેન ઉપાધ્યાયએ ભાગ લીધો હતો. હવે તેઓ આગામી ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં છોટાઉદેપુર જિલ્લાનું બે વિભાગમાં પ્રતિનિધિત્વ કરશે. બંને શાળાના સ્પર્ધક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી પ્રમુખ પરસોત્તમ આર રાઠવા તેમજ મહામંત્રી મુકેશકુમાર વી ભીલ તેમજ જિલ્લા સંઘના મંત્રી તેમજ નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ દિનેશભાઈ રાઠવા એ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.