ગુજરાત પોલીસ બેડાના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.. રાજ્યના ડીજીપી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.. જ્યારે અન્ય 9 પોલીસકર્મીઓ વિરુદ્ધ ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની ભૂલ એ છે કે આ પોલીસકર્મીઓ શિસ્તમાં ન રહેતા હોવાનું સામે આવતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વનું એ પણ છે કે, જો તમે પણ પોલીસકર્મચારી છો તો તમારે પણ ડિસિપ્લિનમાં રહેવું જરૂરી બનતું હોય છે. એમ પણ પોલીસવિભાગમાં ડિસિપ્લિનને ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને આ વખતે શિસ્તમાં ન રહેતા પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે 13 જેટલા પોલીસકર્મીઓના રિપોર્ટ આવ્યા બાદ આ કાર્યવાહી ડીજીપી લેવલથી કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૩ પોલીસકર્મીઓની તપાસ બાદ રિપોર્ટ કર્યો હતો. જે રિપોર્ટને ધ્યાને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. કેટલાક પોલીસવાળા ચાલુ ફરજમાં વિદેશ પ્રવાસ પર ગયા હોવાનું ધ્યાન આવતા તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય ૯ પોલીસકર્મીઓની પણ ગેરહાજરી મળી આવતા તેમની સામે પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ખાતાકીય તપાસમાં આગામી દિવસોમાં અન્ય પોલીસકર્મીઓ પર પગલાં લેવાય તેવી પૂરી શક્યતાઓ છે.