24 C
Ahmedabad
Saturday, March 22, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

ડેડીયાપાડાનાં કુંડીઆંબા ગામેથી વન વિભાગે ખેરના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી


નર્મદા જિલ્લામાં જંગલમાંથી થતી લાકડા ચોરી અટકાવવા માટે જંગલ ખાતા તરફથી સતત ચેકીંગ હાથ ધરવામાં આવે છે. જેમાં સોરાપાડા વન વિભાગને મળેલી ગુપ્ત બાતમીના આધારે ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામેથી ખેરના લાકડા ભરેલી વન વિભાગે ઝડપી પાડી છે. મળતી માહિતી અનુસાર સોરાપાડા રેન્જ આરએફઓ અને વન વિભાગના કર્મચારીઓને મળેલી બાતમીના આધારે ડીસીએફ સાહેબ તેમજ એસીએફ સાહેબનાં માર્ગદર્શન હેઠળ આરએફઓ સોરાપાડા, આરએફઓ મોબાઇલ સ્કોડ તેમજ સોરાપાડા રેન્જ અને ડેડીયાપાડા રેન્જનાં સ્ટાફ સાથે મળીને રાત્રીના સમયે પેટ્રોલિંગમાં હતા. એ સમય દરમ્યાન તારીખ ૧૫, જૂનનાં રોજ કુંડીઆંબાથી કેવડી જવાના રસ્તે સર્વે નંબરમાં બીન પરવાનગીએ કાપેલ ખેરના લાકડા ભરેલી ટ્રક નંબર GJ 09. Z.5850 ઝડપી પાડી હતી.

વન વિભાગના અધિકારીઓને જોઈ લાકડા ચોરો ભાગી છૂટયા હતા, તેમજ ટ્રક ચાલકને વન વિભાગના કર્મચારીઓએ ઝડપી પાડયો હતો. વાહનની તપાસ કરતા ખેરના તાજા છોલેલા લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વાહન અટક કરી દેડીયાપાડામાં જમા કરેલ છે. કુલ મુદ્દાની વાત કરીએ તો, ખેરનાં લાકડા નંગ ૯૮ ઘન મીટર ૧.૪૨૧ જેની બજાર કિંમત રૂપિયા ૭૫,૦૦૦ ટ્રકની અંદાજિત કિંમત રૂપિયા ૬,૪૫,૦૦0 મળી કુલ.કિંમત રૂપિયા ૭,૨૦,૦૦૦નો માલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,157FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!