ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવાર નવાર વિરોધ કરતા જોવા મળતા હોય છે. તે પછી આદિવાસી સમાજના વિકાસના હોય કે પછી આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોય તો તેનો વિરોધ હોય. આ બધાં વચ્ચે ગુરૂવારે તેમણે ફરી વિરોદ નોંધાવ્યો હતો. પરંતુ આ વિરોધ દરેક વિરોધ કરતા અલગ જોવા મળ્યો હતો. આ વખતે ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા ક્લેક્ટરની ચેમ્બર પાસે જ ધરાણા કરવા માટે બેસી ગયા હતા. જો કામ મંજૂર કરવાની ખાત્રી મળ્યા ગયા બાદ તેમણે પોતાના ધરણાં સમટી લીધા હતા.
શું હતો મામલો:-
ગુજરાત પેટર્ન અંતર્ગત નર્મદા જિલ્લાના આદિજાતિ લોકોના વિકાસ માટે 30 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાની બેઠકો મળી હતી. આ બેઠકમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધીઓના કામોને સર્વેનું મતે મજૂરી આપવામાં આવી હતી. બાદમાં પ્રભારી મંત્રી દ્વારા આ તમામ ફાઈલો પોતાના ઘરે લઈ બોલાવી મારા ડેડીયાપાડા વિસ્તારમાં પાંચ કરોડના કામો એમણે પોતાના કરી મજૂર કરી દીધા. સાગબારામાં ત્રણ કરોડોના કામો તેમણે મજૂર કરી દીધા. ત્યારે ડેડિયાપાડાના લોકોને શું તકલીફ છે તે અમને ખબર છે. ત્યારે અમે લોકોએ પીવાના પાણીના, શાળાના કામો, રસ્તાનો કામો અમને ખબર છે. પરંતુ પ્રભારી મંત્રીએ બિન જરૂરી જે કામો મજૂર કર્યાં છે. તેનો અમે વિરોધ કરીએ છીએ તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત અમારા પણ કામોને મજૂરી આપવામાં આવે તેવી ધારાસભ્યની માગ હતી. બીજી વાત ગુરૂવારે અમે ધરણાં પર બેઠા અને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે માન્ય કલેક્ટર સાહેબે પણ કામો મજૂર કરવા માટેની દિન 4માં મજરી આપી છે. અને જો મારા વિસ્તારમાં કામોની મજૂરી ન થાય તો 17 તારીખે મારા મત વિસ્તારના તમામ મતદારો સાથે ધરણાં કરી વિરોધ કરીશું તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત ભીખુસિંહ પરમારના માણસો ભ્રષ્ટાચાર કરતા હોવાની પણ ધારાસભ્ય દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. નવસારી , સુરત અને અમદાવાદની જે ટોળકીઓ છે તેઓએ મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.આ ટોળકીએ છેલ્લાં 10 વર્ષમાં 1200થી 1300 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. આ ટોળકી વિશે પણ આગામી સમયમાં ખુલાસો કરવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું.