DGPના આદેશ બાદ ગુજરાત પોલીસનો ટ્રાફિક વિભાગ એક્શનમાં આવ્યો હતો અને મંગળવારે સમગ્ર રાજ્યમાં ટ્રાફિક વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવ ખાસ કરીને સરકારી કચેરીની બહાર યોજવામાં આવી હતી. જો સરકારી કર્મચારીઓ હેલમેટ વિના ઓફિસ પર આવે તો તેમની સામે કાર્યવાહી કરવા માટે રાજ્યાના DGP દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ હતી.
તાપીમાં 26 સરકારી કર્મચારી હેલમેટ વગર પકડાયા
DGPના આદેશ બાદ તાપી જિલ્લામાં પણ ટ્રાફિક વિભાગ દ્વારા સરકારી કચેરીઓની બહાર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં અંદાજે મંગળવારે 26 જેટલા સરકારી કર્મચારીઓ હેલમેટ વગર દેખાતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
ક્યાં તાલુકામાંથી કેટલા પકડાયા
વ્યારા- સાત
ઉચ્છલ- એક
નિઝર- ત્રણ
જીલ્લા ટ્રાફિક-15
કુલ 26 લોકો પકડાયા હતા આ તમામ પકડાયેલા લોકો પાસેથી પોલીસે અંદાજે કુલ મળીને 64 હજારનો દંડ વસુલ કર્યો હતો. વ્યારા જિલ્લા સેવા સદન પાસેથી સરકારી કર્મચારીઓ હેલમેટ વગર મુસાફરી કરતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.