તાપી જિલ્લા SOG પોલીસે ડોલવણના ઘાણી ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડૉક્ટરને સકંજામાં લીધો છે. પકડાયેલો મહાશય છેલ્લાં કેટલાક સમયથી પોતાની જાતને MBS ડૉકટર સમજી લોકોના આરોગ્ય સાથે રમત રમતો હતો. પરંતુ આ બોગસ ડૉક્ટરનો કાળોકારો બાર વધારે સમય ચાલ્યો નહીં અને પોલીસે બાતમીના આધારે નકીલ મુન્નાભાઈને ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે. પકડાયેલો શખ્સ કોણ છે અને કેટલા સમયથી નકલી ડૉક્ટર તરીકે એક્ટિવ હતો આવો જાણીએ..
શું છે સમગ્ર મામલો:-
તાપી જિલ્લા SOGના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણ તાલુકાના ઘાણી ગામે ડુંગરી ફળિયામાં ભાડેથી મકાન રાખી એક બોગસ ડૉક્ટર એટલે (સોમનાથ મોહન પટેલ) નામનો શખ્સ ગેરકાયદે રીતે કોઈ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડિકલ પ્રેકટિસ કરે છે. અને આજુબાજુના ગામડાઓમાંથી આવતા બીમાર દર્દીઓને એલોપેથિક દવાઓ આપી સારવાર કરી રહ્યો છે. તેવી બાતમી મળતા તાપી SOG પોલીસના કેટલાક માણસોએ બનાવ વાળી જગ્યાએ રેડ પાડી બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. આરોપીનું નામ પુછતા તેમણે સોમનાથ મોહન પટેલ જણાવ્યું હતું. તેમજ આ ડગ ડૉક્ટર મૂળ મહારાષ્ટ્રના રાયખેડનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી એલોપેથિક દવાઓ, મેડિકલને લાગતા સામનની કુલ જથ્થાની કિંમત અંદાજે 2792નો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. કરી વધારે કાર્યવાહી કરવા માટે ડોલવણ પોલીસને સોંપી દીધો હતો.
અન્ય બોગસ ડૉક્ટરો પર ક્યારે કાર્યવાહી ?
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તાપી જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ બોગસ ડૉક્ટરો પોતાની દુકાનો ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તેમના પર પણ કાર્યવાહી જરૂરી કરવાની જરૂર છે. આ કેસમાં પણ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા બોગસ ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ પોલીસે જાતે તપાસ કરી બોગસ ડૉક્ટરોને ઝડપી પાડી જેલમાં પૂરવાની જરૂર છે.
કામગીરી કરનાર પોલીસકર્મી:-
કે.જી લીંબાચીયા પોલીસ ઈન્સ્પેક્ટર
પોલીસ ઈન્સ્પેક્ટર ડી.આર પ્રજાપતિ
હેડ.કોન્સ્ટેબલ કમલેશ વળવી
હેડ.કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે
હેડ.કોન્સ્ટેબલ શરદ સુરજી વળવી
આ તમામ પોલીસકર્મીએ બોગસ ડોક્ટરને ઝડપી પાડી વધુ એક ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલો આરોપી અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે દિશમાં પણ તપાસ હાથ ધરી છે.