તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પ્રધાનમંત્રી આદિ આદર્શ યોજના હેઠળ જાહેર શૌચાલયના નિર્માણ અને ‘આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો’ યોજના હેઠળ પાણીના કામોના બિલ પાસ કરવા માટે રૂપિયા ૧૨,૦૦૦ની લાંચ લેતા તાલુકા વિકાસ અધિકારી (TDO) વિરેન્દ્રસિંહ નટવરસિંહ ડોડિયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે.
બિલ પાસ કરવા માટે લાંચ માંગી
મળતી માહિતી અનુસાર, કામ પૂર્ણ થયા બાદ સંબંધિત ફાઈલો TDO કચેરીમાં અટકાવવામાં આવી હતી. બિલ પાસ કરવા અને સહી કરવા માટે રૂપિયાના ભૂખ્યા શખ્સે લાંચની માંગણી કરી હતી. ફરિયાદ મળ્યા બાદ ACB દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ડોડિયાને લાંચ સ્વીકારતી વખતે ઝડપી પાડવામાં આવ્યા હતો.
આ બનાવથી તાપી જિલ્લામાં શાસકીય વ્યવસ્થામાં ઉથલપાથલ મચી ગઈ છે. હાલ તો પોલીસે આ લાંચિયા અધાકારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ 12 હજારની લાંચ લેતા ઈજ્જત ગુમાવાનો પણ વારો આવ્યો છે.