આગાહીકાર અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અંગે આગાહી કરતા રાજ્યના ખેડૂતો ફરી એકવાર ટેન્શનમાં મૂકાય ગયા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યમાં 4 ફેબ્રુઆરી સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વરસાદ પડશે તો રાજ્યના ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની પૂરી શક્યતાઓ છે.
ખેડૂતોના પાકને થશે નુકસાન
દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં અત્યારે ખેડૂતોએ ભીંડા, ગુવાર, મકાઈ અને કોબીજ, ફ્લાવરનો પાક વાવ્યો છે. પરંતુ જો આગાહી અનુસાર કમોસમી વરસાદ પડશે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની પૂરી શક્યતાઓ જણાઈ રહી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની વકી
ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્યમાં માવઠું પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ ઉપરાંત અરબી સમુદ્ર અને બંગાળ ઉપસાગરમાં ભેજના કારણે માવઠાની સંભાવના છે. જેની અસર કરીને ગુજરાતના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે. એટલે કે, દક્ષિણ ગુજરાતનાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.