રસોડામાં ખૂબજ સરળતાથી ઉપલબ્ધ લવિંગ માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબજ ફાયદાકારક છે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, પ્રોટીન, ફાઈબર, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ્સ સહિત અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે માણસના સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે ઉઠીને ખાલી પેટે એક કે બે લવિંગનું સેવન કરો છો, તો તેનાથી તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા થઈ શકે છે. જો તમે ઈચ્છો તો તેને સવારે મોઢામાં પણ નાખી શકો છો. ચાલો જાણીએ કે ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે.
લવિંગ ખાવાના ફાયદાઓ :-
દાંતની સમસ્યાથી મોટી રાહત
દાંતના દુખાવાની સમસ્યામાં રાહત આપવા માટે લવિંગ શ્રેષ્ઠ છે. વાસ્તવમાં તેમાં યુજેનોલ નામનું તત્વ જોવા મળે છે જે દાંતના દુખાવામાં રાહત આપે છે અને દાંતની અન્ય સમસ્યાઓ પણ દૂર કરે છે.
મોઢાની દુર્ગંધ દૂર થશે
ઘણી વખત, પાયોરિયા અથવા દાંતના સડોને કારણે શ્વાસની દુર્ગંધ શરૂ થાય છે. આ માટે તમારે વહેલી સવારે લવિંગનું સેવન કરવું જોઈએ, થોડા જ દિવસોમાં તમારા મોંમાંથી આવતી દુર્ગંધ ઓછી થવા લાગશે.
રોગપ્રતિકારક શક્તિ વધે
સવારે ખાલી પેટે લવિંગ ચાવવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધુ મજબૂત થશે. તે શરીરમાં હાજર શ્વેત રક્તકણોને વધારીને સ્વાસ્થ્યને સુધારવાનું કામ કરે છે, જેના કારણે તમે બીમાર થતા નથી.
પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય
સવારે ખાલી પેટે લવિંગનું સેવન કરવાથી લીવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તે પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે.
શરદી અને ઉધરસ
લવિંગમાં હાજર એન્ટી-ફંગલ ગુણો તમને શરદી અને ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓથી રાહત અપાવવામાં મદદ કરે છે. તેથી, તમારે સવારે ખાલી પેટે લવિંગનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને શરદી અને ઉધરસમાં રાહત મળશે.
પાચન શક્તિ મજબૂત બનાવે છે
લવિંગ પાચનતંત્રને ઉત્તેજિત કરે છે અને તેને મજબૂત બનાવે છે. જેના કારણે ગેસ, ખેંચાણ અને અપચો જેવી સમસ્યાઓ દૂર રહે છે.
લોહીનું પરિભ્રમણ કરી શકે
લવિંગમાં જોવા મળતા યુજેનોલ રક્ત પરિભ્રમણને વધારે છે, જે દિવસભર શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.
હાર્ટથી બચાવે છે
લવિંગમાં રહેલા પોષક તત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરીને હૃદયને સુધારવાનું કામ કરે છે.