ગુજરાતમાં દારૂબંધી છે તે છતાં દરરોજનો હજારો લીટર ગુજરાતમાં પીવાઈ છે અને વેચાઈ પણ છે. આ બધાં વચ્ચે ફરી એકવાર ગુજરાતના વડોદરા શહેરમાંથી દારૂની મહેફિલ માણતા કેટલાક શખ્સો ઝડપાયા છે. વડોદરા શહેરના નવલખી મેદાન નજીક કાચા ઝૂપડાની નજીક કેટલાક શખ્સો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. જેની જાણ પોલીસને થતાં પોલીસે નવલખી મેદાન પાસે પહોંચી 11 જેટલા દારૂડિયા શખ્સોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે.
જાહેરમાં માણતા હતા મહેફિલ
ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ ક્યાંથી આવે છે તે મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે, વડોદરા શહેરના નવલખી મેદાન પાસેથી કેટલાક શખ્સો જાહેરમાં વિદેશી દારૂની મહેફિલ માણતા પકડાય ગયા છે. જો દારૂબંધી હોય તો લોકો દારૂ પીતા ન ઝડપાય પણ ક્યાંકને ક્યાંક ગુજરાતમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ મળી રહ્યો છે. પોલીસ ગમે તેટલા કડક કાયદા બનાવે છે પણ દારૂડિયાઓ ગમે ત્યાંથી દારૂ લઈ પીતા હોય છે.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
કેટલાક શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા છે તેવી જાણ રાવપુરા પોલીસને થતાં પોલીસે નવલખી મેદાન વિસ્તારમાં તપાસ કરતા કેટલાક શખ્સો કાચા ઝૂપડાની આડમાં પંગત બનાવી વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બનાવમાં પોલીસે 11 દારૂડિયાની ધરપકડ કરી છે. આ ઉપરાંત પકડાયેલા શખ્સો અગાઉ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે, તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.