ભારતના પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડનો વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો બાદ રોબિન ઉથપ્પા સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે. PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી તરફથી આ વોરંટ જારી કરવામાં આવ્યો છે. અને પુલકેશનગર પોલીસને તાત્કાલિક પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.ત્યારે સમજીએ શું છે તેમની સામે વોરન્ટ ઈશ્યુ કરવાનો સમગ્ર મામલો.
પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા સેન્ચ્યુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ્સ પ્રાઇવેટ લિમિટેડનું સંચાલન કરે છે. તેમના પર કામ કરતા લોકોના પગારમાંથી પીએફના પૈસા કાપી લેવાનો પણ તેમના પીએફ ખાતામાં જમા ન કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 23 લાખ રૂપિયાની હેરાફેરી કરાયાનો આરોપ રોબિન ઉથપ્પા પર કરવામાં આવ્યો છે.
4 ડિસેમ્બરે રોબિન ઉથપ્પા સામે વોરંટ ઈશ્યુ કરાયું હતું
રોબિન ઉથપ્પા સામે 4 ડિસેમ્બરે કમિશનર રેડ્ડીએ વોરંટ જારી કરવા કહ્યું હતું, પરંતુ તે પોલીસ પાસે પાછું આવી ગયું કારણ કે ઉથપ્પાએ તેનું સરનામું બદલી નાખ્યું હતું. અધિકારીઓ હવે તેનું નવું સરનામું શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિયમો અનુસાર, કોઈપણ કંપની જે તેના કર્મચારીઓના પીએફ કાપે છે તેણે એ રકમ પીએફ ખાતામાં જમા કરાવવી પડે છે. જો આમ ન થાય તો તેને કાયદાનું ઉલ્લંઘન અને પૈસાનો દુરુપયોગ ગણવામાં આવે છે. ઉથપ્પાએ પણ આવું જ કર્યું છે. પોલીસ હવે તેને શોધી રહી હોવાનો દાવો કરાયો છે.
રોબિન થપ્પાએ ભારત માટે રમ્યા છે 59 આંતરરાષ્ટ્રીય મેચ
રોબિન ઉથપ્પા ટીમ ઇન્ડિયાનો એક ચર્ચિત ચહેરો છે. નિવૃત્તિ લેતા પહેલા, તેઓ દેશ માટે કુલ 59 આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં સફળ રહ્યા. આ દરમિયાન 54 ઇનિંગ્સમાં તેમણે 1183 રન બનાવ્યા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમના નામે સાત અડધી સદી નોંધાયેલી છે. રોબિન ઉથાપ્પા એક સમયે ટીમ ઈન્ડિયા જાનેમાને ચહેરો હતો. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણુ બધુ યોગદાન આપ્યું છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી તેમને પ્રદર્શન સારુ ન રહેતું હોવાથી તેઓ ભારતીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી હતી. ત્યારે બાદ તેઓ રિનજલ મેચ રમતા હતા પરંતુ અને સાથે સાથે તેમની કંપનીમાં પણ દેખરેખ રાખતા હતા. જો હવે તેમની સામે પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો બાદ રોબિન ઉથપ્પા સામે વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યો છે.