રાજધાની દિલ્હીમાં જે પાર્ટીએ સૌથી વધુ સમય શાસન કર્યું હતું, તેને રાજધાની દિલ્હીના લોકો શનિવારે સાવ ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો નિર્માણ પામ્યા. દિલ્હીમાં 15 વર્ષ સુધી સતત શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી આ વખતે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં એક પણ બેઠક પોતાના નામે જીતી શકરી નથી. શનિવારે આવેલા ચૂંટણી પરિણામની હરીફાઈ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે હતી અને તેમાં પણ ભાજપની ધમાકેદાર જીત થઈ હતી.
કોંગ્રેસની સતત ત્રીજી વાર હાર
ભારતીય જનતા પાર્ટીને 27 વર્ષ બાદ રાજધાની દિલ્હીની વિધાનસભાના ચૂંટણીમાં ભવ્ય જીત મળી છે. 5:45 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ 48 બેઠક જીતી ચૂકી હતી. જ્યારે આમ આદમી પાર્ટી 22 બેઠક પર આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી સતત ત્રીજી ચૂંટણીમાં શૂન્ય પર આઉટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો એક પણ બેઠક પર આગળ નથી.
જો કે કોંગ્રેસ માટે એક સારા સમાચાર પણ છે. કોંગ્રેસની વોટ ટકાવારીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના વોટ શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસને છેલ્લી ચૂંટણીની સરખામણીમાં લગભગ 3 ટકા વધુ વોટ મળ્યા હોય તેમ લાગે છે.
દિલ્લીમાં કોંગ્રેસની હાલત ખરાબ
વર્ષ 2020માં દિલ્હીમાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસની હાલત ખરાબ હતી. પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. તેની વોટ ટકાવારી પણ માત્ર 4.26% હતી. 2015માં પણ કોંગ્રેસે તમામ 70 બેઠક પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી શકી ન હતી. ત્યારે પણ વોટ શેર પણ માત્ર 9.7% હતો.
લોકસભાની ચૂંટણીમાં પણ ખરાબ દેખવા હતો
કોંગ્રેસે દેશભરમાં લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો. પાર્ટીએ ભાજપને જોરદાર ટક્કર આપી હતી. જો કે દિલ્હીની તમામ સાત બેઠકો પર કોંગ્રેસનો પરાજય થયો હતો. પરંતુ 18% લોકોએ રાહુલ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમાં છતાં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો નથી.