સુરતની મુરત ધીરેધીરે બદ સુરત થતી જાય છે. હીરાનગરી ગણાતા શહેરમાં જે રીતે ક્રાઈની ઘટનાઓ દિવસને દિવસે વધી રહી છે. તેના પરથી આ શહેરની ઓળખ હવે કઈ આપવી તે મોટો સવાલ થઈ રહ્યો છે. ચોરી ,હત્યા, લૂટ, દુષ્કર્મ જેવી ઘટનાઓ આ શહેરમાં દરરોજ બની રહી છે. જેના કારણે આ શહેરને હીરાનગરી કરતા ક્રાઈમ નગરી કહેવું વધારે યોગ્ય લાગે છે. પોલીસ પણ આ શહેરમાં બનતી ઘટનાઓમાં એક આરોપીને પકડી જેલમાં પૂરે ત્યાં તો બીજો આરોપી કોઈને કોઈ ગુનામાં સામે આવી જ જતો હોય છે. આ બધાં વચ્ચે સુરત શહેરના પુણા ગામમાં મહિલા સાથે ક્રૂરતાની હદ વટાવતી ઘટના સામે આવી છે.
પુણા ગામમાં રહેતી એક મહિલાએ દીકરીને જન્મો આપતા મહિલાને સાસરીયા પક્ષે ઝેર પીવડાવી દીધું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. આરોપી પતિએ મહિલાનું મોઢું દબાવી રાખ્યું હતું જ્યારે નણંદે ઝેર પીવડાવ્યું હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં પુણા પોલીસે સમગ્ર ઘટના મુદ્દે તપાસ હાથ ધરી છે. મહત્વું છે કે પીડિત મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા. દીકરીનો રડવાનો અવાજ સંભાળી પતિ અને નણંદે મહિલાને ઝેર પીવડાવ્યું હતું. આ બનાવમાં પુણા પોલીસે આરોપી પતિ અને નણંદ સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુસુફ અન્સારી અને રોશની ઈકરાર ફૈઝુ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ભોગ બનનારી મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે આ ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે મુદ્દે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વું છે કે, દીકરીનો જન્મો થતાં મહિલાને મારી નાખવાનો પ્રયાસ કરનાર તત્વો સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. પુત્ર પાપ્તીની ઘેલજા રાખનારા આ લોકો ક્યારે સુધરશે તે મોટો સવાલ સામે આવી રહ્યો છે.