ઉત્તર ભારત ફરી એક વખત હાડગાળતી ઠંડી અને ધુમ્મસની ચપેટમાં આવી ગયું છે. જેના પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં રાતના સમયે લઘુત્તમ તાપમાન ઘટ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં પહેલાગામમાં તાપમાન એક જ રાતમાં 7 ડિગ્રી જેટલું ઘટીને માઇનસ 11.8 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે યાત્રાધામ વૈષ્ણોદેવીમાં સીઝનની પહેલી હિમવર્ષા થઈ હતી રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાન 0.8 ડિગ્રી થતાં પ્રવાસીઓ થથરી ઉઠ્યા હતા.
હવામાન વિભાગે આગામી સમયમાં ઉત્તર પશ્ચિમ ભારતના 11 રાજ્યમાં ઠંડી સાથે વરસાદનું એલર્ટ આપ્યું છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડવેવની સ્થિતિ જોવા મળી શકે તેવી આગાહી કરી છે હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તર ભારત અને પર્વતીય રાજ્યોમાં નવા વેસ્ટ ડિસ્ટાબન્સના કારણે હવામાનમાં પલટો આશે તેમ જણાવ્યું હતું. મેદાની વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે નવા વેસ્ટનડિસ્ટન્સના કારણે 23 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં ગાજવીત સાથે વરસાદ પડી શકે છે હવામાન વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીર અને લદાખના અનેક ભાગોમાં ઠંડીનો પારો શૂન્યથી નીચે રહ્યો છે તેમજ કાશ્મીરમાં પણ બરફ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં કેવી રહેશે ઠંડી ?
ગુજરાતનના હવામાન વિભાગની વાત કરીએ તો 20 kmની ગતિએ પવન ફૂંકાતા અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. આ ઉપરાંત આગામી સમયમાં પણ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી ભર્યું વાતાવરણ જોવા મળશે પરંતુ હાલ રાજ્યના કોઈપણ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી.