નિઝર પોલીસ સ્ટેશનમાં ધાડના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી તથા પેરલ ફર્લો સ્કોર્ડ, તાપી જિલ્લા એસપી દ્વારા તાપી વ્યારા તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ અને શરીર/ મિલકત સંબંધિત ગુનાઓ ડિડેક્ટ કરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.. જે સૂચના અનુસાર તાપી પોલીસના માણસોએ પોતાના અંગત બાદમીદારો રોકી નાસ્તા ફરતા અને વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે.
હેડ કોન્સ્ટેબલ હરપલ સિંહ હસમુખભાઈ વીરજીભાઈ નાઓને સંયુક્ત રીતે ખાનગી રહે બાતમી મળી હતી જે બાતમી અનુસાર કાર્યવાહી કરતા કલમ 395, 120બી 342, 365, 462 મુજબનો ગુનેગાર તથા વોન્ટેડ આરોપી પ્રવીણભાઈ વજેસિંહ ચાવડાને ઓમકાર એપાર્ટમેન્ટ શિવમ પાર્ક જામનગર તથા હાલ રહેણાંક પોરબંદર છે તેવી હકીકતની બાતમી મળતા ટેકનિકલ સોર્સના આધારે આરોપીને પોરબંદરના નારસંગ ટેકરી પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.
આ ગુનામાં સંડોવાયેલો અને નાસ્તો ફરતો આરોપી પ્રવીણ વજેસિંહ ચાવડા મૂળ ભગીરથ કૃપા આદિપુરા મેન બજાર રાણાવાવ જિલ્લો પોરબંદરના રહેવાસી છે. આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરનાર પોલીસ કર્મીઓની વાત કરવામાં આવે તો પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.ગોહિલ એલસીબી, પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પાંચાણી એલસીબી તાપી, એએસઆઈ ગણપતસિંહ રૂપસિંહ, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભાઈ મગનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ જાલમસિંહ આ તમામ પેરલ ફર્લો સ્કોર્ડ માણસો તેમજ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અભેસિંહ, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈ વિરજીભાઈ આ તમામ પોલીસકર્મીએ મહેનત કરી છેલ્લા દસ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડી જેલમાં પૂરી દીધો છે મહત્વનું છે કે તાપી પોલીસ છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પર કાર્યવાહી કરી રહી છે. ત્યારે આ વખતે વધુ એક વાર નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે.