27 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. આ બધાં વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ પણ પરીક્ષાની તનતોડ મહેનતમાં કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવમાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
ગુજરાતમાં આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે, આ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માર્ગદર્શન માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આગામી 27 જાન્યુઆરીથી 17 માર્ચ દરમિયાન આ સુવિધાઓ કાર્યરત રહેશે.
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડેના શિક્ષણ વિભાગે જાહેર કરેલો બોર્ડની પરીક્ષાનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 18002335500 છે. જેમાં બોર્ડની પરીક્ષા સંબંધિત મુંઝવણને લઈને વિદ્યાર્થી, વાલીઓ કે શાળા જણાવેલા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સવારે 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સંપર્ક કરી શકશે. અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને કોઈપણ પરીક્ષા સબંધિત સમસ્યા હોય તો તેઓ ફોન કરી સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે.