નર્મદા જિલ્લાના સૌથી છેવાડાનો સરહદીય સાગબારા તાલુકો વિકાસથી વંચિત છે તે કહેવું અતિશયોક્તિ નથી. કારણે કે, રવિવારના રોજ બપોરના સમયે છત માંથી પોપડા પડ્યા હતા પંરતુ બપોરના સમયે લંચ સમય હોઈ જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.
મહત્વ છે કે, ૨૦૧૮ થી આર.એમ.બી વિભાગમાં મામલતદાર કચેરી બનાવવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી, પરંતુ આંખ આડા કાન કરી, અધિકારીઓ અને લોકોના જીવની કોઈ પડી નાં હોઈ એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જો કચેરીઓ જર્જરિત હોઈ તો લોકોના કામ કંઈ રીતે થતાં હશે.
સાગબારામાં પડું પડું થતી આ જર્જરિત મામલતદાર ઈમારતમાં ૬ વર્ષ સુધી અનેક મામલતદાર અને અન્ય કર્મચારીઓને ભયમાં રહીને કામ કરી રહ્યા છે. આ ઈમારતમાં કામ કરવાથી જીવનું જોખમ ઉભુ થઈ રહ્યું છે તે
આરએમબી વહીવટી તંત્રને સમજાતા ૬ વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી સમજાયું નથી.
મળતી માહિતી મુજબ, સાગબારા મામલતદાર કચેરીનું મકાન ખૂબ જર્જરિત છે જે રવિવારના રોજ તારીખ ૨૮/૧૦/૨૦૨૪ નાં રોજ બપોરના સમયે મકાનની છત પરથી પોપડા પડયા હતા, જેમાં મોટી જાંહાનીતળી હતી, મહત્વ છે કે, આ મકાન 1970 આસપાસ બન્યું હોઈ તેવી ચર્ચાઓ ચાલે છે. 50 વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતાં નવી કચેરી બનાવવા માટે થયેલ મંજુરી મળી નથી, 2018 થી આરએમબી વિભાગમાં દરખાસ્ત મોકલી છે, જેને આજે છ-છ વર્ષ થઈ ગયા તેમ છતાં આર એન બી વિભાગ દ્વારા નવા મકાન માટે કોઈ ઉત્તર આપ્યો નથી, જેથી કર્મચારીઓ જીવના જોખમે કામ કરવા મજબૂર છે.
આ મકાનમાં અગાઉ પણ છતમાંથી પોપડા પડવાનો બનાવ બન્યો છે, તથા ઈ-ધરા શાખામાં પીઓપી છતમાંથી ચાલુ કચેરીએ કર્મચારીઓ હાજર હતા ત્યારે છતાં માંથી પોપડા પડતા સદનસીબે કોઈને જાનહાનિ થઈ નહોતી. ત્યારે સવાલ થાય છે.
શું કોઈ મોટી દુઘર્ટના બનવાની રાહ જોઈ રહ્યું છે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર..?
ક્યાં સુધી આદિવાસી વિસ્તારોમાં સરકારી કચેરીઓ આવી જર્જરિત હાલતમાં રહેશે.?
શું કામ કચેરીઓમાં આવતા લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા છે.?
નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ જવાબ તો આપવો પડશે!