જ્યારેથી કેવડિયામાં સરદાર પટેલની પ્રતિમા અને ડેલપમેન્ટ કરવાની વાત શરૂ થઈ છે. ત્યારથી સ્થાનિક કંઈકને કંઈ બાબતે લોકો વિરોધનો સૂર સતત કરી રહ્યા છે. ક્યારેક સ્થાનિક લોકો પોતાની વિવિધ માંગણીઓને લઈ વિરોધ કરતા હોય છે.. તો ક્યારે પોલીસના દમન સામે વિરોધ કરતા હોય છે. તો ક્યારેક તંત્ર પાસે કેટલીક માંગણીઓ મુદ્દે વિરોધ કરતા જોવા મળે છે. આ બધાં વચ્ચે રવિવારે એક યુવક લાઈટની હાઈટેશન લાઈન પર ચઢી ગયો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.
કેવડિયા વિસ્તારમાં આવેલા ગોરા પુલ નજીક એક વ્યક્તિ હાઈટેશન લાઈન પર ચઢી ગયો હતો. કેવડિયાનો રહેવાસી ગણપત તડવીની કેટલીક માંગ મુદ્દે તેઓ વિરોધ નોંધાવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાત કરીએ તો, વિરોધ કરી રહેલા ગણપત તડવીની કેવડિયા ડેલપમેન્ટની અંદર 42 એકર જમીન ગઈ હોવાની માહિતી સામે આવી છે. તંત્ર દ્વારા જેનું વળતર આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી યોગ્ય વળતર ન મળતા છેવટે કંટળીને ગણપત તડવી હાઈટેશન લાઈન પર ચઢી ગયો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અનેક વાર અધિકારીઓને રજુઆત કરવા છતાં તેમજ અનેક વાર ઓફિસના ધક્કા ખવડાવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા યુવક ગુસ્સે ભરાયો હતો અને હાઈટેશન લાઈન પર ચઢી ગયો હચો. યુવક હાઈટેશન લાઈન પર ચઢી જતા આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો હતો.
જો કે લાંબા સમય બાદ અસરગ્રસ્ત ગણપત તડવીને તંત્ર દ્વારા સમજાવ્યા બાદ તેને હાઈટેશન લાઈન પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. અને વિરોધ કરનાર ગણપત તડવીને તેના નિકળતા પૈસા આપવાની તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગણપત તડવીને 90થી 95 લાખ જમીનના બદલમાં મંજુર કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ તંત્ર દ્વારા ગણપત તડવીને બાહેધરી આપવામાં આવી છે. પરંતુ ખરેખર પૈસા ક્યારે મળશે તે મોટો સવાલ છે.