36 C
Ahmedabad
Sunday, March 23, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

નવસારીના બીગરી ગામે લુખ્ખાઓએ યુવાકનો ટાંટીયા તોડી નાખ્યો અને જેલમાંથી છૂટી કરી દાદાગીરી


નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ડિગ્રી ગામે એક મહિના પહેલા બે યુવાનોને અકસ્માત સર્જી માર મારવામાં આવ્યો હતો જેમાં એક યુવાનના બંને ટાંટિયા તોડી નાખવામાં આવ્યા હતા. યુવાનને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ હવે બંને ટાંટીયા ટુટેલા હોવાના કારણે સારવાર ચાલી રહી છે અને નોકરી ધંધો કે રોજગાર કરી શકતા નથી. અંગત અદાવત ના કારણે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમાં સાંજના સમયે નોકરી ધંધાથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કેટલાક માથાભારે ઈસમો દ્વારા જેનીલ કુમાર અને યશ કુમારને માર મારવામાં આવ્યો હતો એમાં જાણે કોઈ જનાવરને મારતા હોય તેમ ક્રૂર રીતે લાકડાઓ લઈને બંને યુવાનો પર તૂટી પડ્યા હતા જેમાંથી એક યુવાન ભાગી ગયો હતો જ્યારે બીજા યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવાનને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાક્રમમાં અંગત અદાલતમાં યુવાનને માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. બંને યુવાનોને ગંભીર રીતે ઈજાઓ થઈ હતી. જેનીલ કુમાર અને યશકુમાર અને રસ્તામાં આંતરી માર માર યુવાનો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં યુવાન હજુ પણ ગંભીર ઇજાઓનો ભોગ બન્યો છે બંને ટાંક્યા તૂટેલા હોવાના કારણે કામ ધંધો કે રોજગાર કરી શકતો નથી પરિવાર ચલાવનાર યુવાન એક મહિનાથી ઇજાગ્રસ્ત થતા પરિવાર ચલાવનાર કોઈ રહ્યું નથી.

Source:loksamachar
Source:loksamachar

લુખ્ખાઓની દાદાગીરી તો જુઓ:-

યશકુમાર અને જેનીલ કુમારને માર મારતા બંને યુવાનો ઘાયલ થયા હતા અને ફરિયાદ દાખલ થઈ હતી. મારામારી કરનાર ઇસમો જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી પોતાના તેવર બતાવવાની શરૂઆત કરી હતી ગામમાં જઈને ગામના મંદિર નજીક તોડફોડ કરી હતી મંદિરનો દરવાજો પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મારામારી નો વિડીયો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયો તને મારા મારી કરીને જેલમાં ગયા બાદ આવીને ફરીથી ગામમાં દાદાગીરી કરવાના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે નવસારી જિલ્લામાં પોલીસ રાજ કે પછી ગુંડારાજ??? એવા સવાલ ઊભા થયા છે ખાસ કરીને બિગરી ગામે મારામારી કર્યા બાદ જેલની હવા ખાય આવેલા યુવાનો ફરીથી ધમાલે ચડ્યા હતા જેને લઈને પોલીસનો ડર ન હોય તેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે.

બિગરી ગામમાં ડરનો માહોલ જોવા મળ્યો :-

બિગરી ગામે બે યુવાનોને રસ્તામા આતરીને માર મારવાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં ગંભીરતાથી લાકડા અને ધોકાઓ લઈને યુવાનો પર માર મારવામાં આવ્યો હતો કોઈ જાનવર ને મારતા હોય તેવા પ્રકારે મારવામાં આવ્યો હતો. ત્યારબાદ જેલમાંથી છૂટીને આવ્યા બાદ ફરીથી આ યુવાનોએ ગામમાં ધમાલ મચાવી હતી ગતરોજ રાત્રિના સમયે ધમાલ મચાવતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઇને લોકોના ભયનો માહોલ સર્જાયો છે. ગામમાં આ પ્રકારે ભાઈનો માહોલ જાતા કોંગ્રેસ દ્વારા આગેવાની લઈને ગામમાં ધમાલ મચાવનાર યુવાનો સામે આકરા પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે જિલ્લા પોલીસવડાના આવેદનપત્ર આપીને ન્યાયની માંગણી કરવામાં આવી છે.

Source:loksamachar
Source:loksamachar

નવસારીમાં કાયદાનો ડર નથી રહ્યો ?

છેલ્લા કેટલાક સમયથી પોલીસની સામે સવાલો ઉભા થયા છે અમરેલી ખાતે યુવતી નો વરઘોડો કાઢવાનું પોલીસને ભારે પડ્યું છે જેને લઇને સામાજિક વિવાદો શરૂ થયા છે ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે ત્યારે નવસારી જિલ્લાના આ વિડીયો પણ પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરે છે યુવાનો દ્વારા ગંભીર રીતે ઢોર મારવો અને ત્યારબાદ ફરીથી જેલમાંથી છૂટીને આવ્યા બાદ ફરીથી ગામમાં ધમાલ મચાવી ધાગધમકી આપવી જેવી ઘટના ના વિડીયો સામે આવ્યા છે જેને લઇને લોકોમાં ગભરાટનો માહોલ છે પોલીસ કડકાઈથી પગલા ભરે અને આ યુવાનો સામે કાયદાકીય કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઊભી થઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,158FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!