છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખાપરીયા ગામે આદિવાસી રાઠવા સમાજ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નસવાડી વાર્ષિક સાધારણ સભા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રીટાઈયર કર્મચારીઓનુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ધોરણ 10 અને 12 પ્રથમ અને બીજા સ્થાન મેળવનાર બાળકોને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બનેલા સર્ટીફીકેટ તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમાજમાં વધતા જતા પ્રસંગોમાં થતાં ખર્ચાના ધ્યાનમા રાખીને પણ સમાજના આગેવાનો દ્વારા વાતચીત કરવામાં આવી હતી.