નસવાડી સિવિલ કોર્ટમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ અને ઉપ્રમુખ અને મંત્રીએ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. નસવાડી ન્યાય મંદિર કોર્ટમાં (વકીલ રૂમમા) નસવાડી વકીલ મંડળનું ઇલેક્શન હતું. જેને લઇ વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે મીટીંગ યોજાઈ હતી. જેમાં વકીલ મંડળએ ઇલેક્શન ના થાય અને વકીલ મંડળમા વકીલો વચ્ચે મદભેદ ઊભો ના થાય તે માટે તમામ વકીલોએ ચર્ચાઓ કરી ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કરી ઉમેદવારોની નિણમુક કરવામાં આવી હતી.
જેમાં નસવાડી વકીલ મંડળમાં તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા જેમાં (1) પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ (2) ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ (3) મંત્રી તરીકે સહેજાદ વાય મેમણ (4) સહમંત્રી અશ્વિનભાઈ પી યાદવના મહિલા અનામતમાં સભ્ય તરીકે (5) નિધિબેન એન.ડુ.ભીલઓની સર્વાનુમતે વરણી કરવામાં હતી. જેને લઇ ચૂંટણી અધિકારીએ તમામ ઉમેદવારોની બિન હરીફ જાહેરાત કરી હતી જેને લઇ નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેરછાઓ પાઠવી હતી. આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા ફ્રી વાય ફાયની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી આધુનિક યુગમાં લોકો ઇ-કોર્ટ સાથે જોડાયેલ તેવા અભિગમ થી વાય ફાઇની સુવિધા ઉભી કરાઈ હતી.