ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા અને બીઆરસી ભવન નસવાડી દ્વારા તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 કુમાર શાળા સંકુલમાં યોજવામાં આવ્યો હતો. જેનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જેવી કે સર્જનાત્મક કાર્યશીલતા અને વિજ્ઞાનને લગતી બાબતોના વિવિધ ક્ષેત્રોના કૌશલ્યોનો વિકાસ થાય તે માટે 19 ક્લસ્ટર માંથી કુલ 75 કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 139 – સંખેડા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અભેસિંગ તડવી, જિલ્લા ભાજપા મહામંત્રી ડી.એફ. પરમાર, શિક્ષક સંઘના પ્રમુખ પરસોત્તમ રાઠવા શિક્ષકોની સહકારી મંડળીના પ્રમુખ દિનેશ રાઠવા અને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદાર તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉપસ્થિત રહી બાળકોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. વિવિધ કૃતિઓ લઈને આવેલા તમામ બાળકોને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઈનામ તેમજ વિજેતા કૃતિમાં પ્રથમ, દ્ધિતીય, અને તૃતીય ક્રમાંક આવેલા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
મહત્વનું છે આ બધાં કાર્યક્રમો કરવાથી બાળકોની અંદર પડેલી શક્તિઓ બહાર આવતી હોય છે. વિદ્યાર્થીઓ પણ નવું નવુ શીખતા હોય છે. તેમજ બાળકની અંદર પડેલી શક્તિઓ બહાર લાવવાનો બાળકોને મળતો હોય છે. આ ઉપરાંત જે પણ વિદ્યાર્થીઓની કૃતિઓની સારી રહેતી હોય છે. તેમને પ્રોત્સાહન પેટે આપવામાં આવતા ઈનામોથી અન્ય વિદ્યાર્થીઓને પણ નવું વિચારવાનો મોકો મળતો હોય છે. ખરેખર તો આવા કાર્યક્રમો દર છ મહિને સ્કૂલોમાં કરવા જોઈએ. જેનાથી વિદ્યાર્થીઓમાં નવી શક્તિઓનો વિકાસ થાય.