તાપી જિલ્લાના ખોડદા ગામેથી નકલી ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. SOG પોલીસે બાતમીના આધારે સુભાષ પાટીલ નામના શખ્સની એલોપેથિક દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી છે. તાપી SOG પોલીસે થોડા સમય પહેલા ડોલવાણ તાલુકામાંથી બોગસ ડૉક્ટરની ધરપકડ કરી હતી. તે ઘટનામાં પોલીસે કાર્યવાહી શરૂ કરીને વધુ એક તાપી જિલ્લામાંથી નકલી ડૉક્ટર ઝડપાય આવ્યો છે.
ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી નકલીની ભરમાર યથાવત રહી છે. આ બધાં વચ્ચે તાપી SOG પોલીસે નિઝરના ખોડદાના પટેલ ફળિયામાંથી નકલી ડૉક્ટરની ધરપકડ કરી છે. પકડાયેલો શખ્સ પોતે MBBS ડૉક્ટર માની બેઠો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો. પરંતુ આ ઠગ ડૉક્ટરનો ધંધો લાંબા સમય ચાલ્યો નહીં અને આવી ગયો પોલીસના સકંજમાં નકલી ડૉક્ટર એટલે કે સુભાષ પાટીલ પાસેથી પોલીસે એલોપેથિક દવાનો જથ્થો તેમજ મેડિકલને લાગતા સામાન સાથે કુલ 59 હજાર 203 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલો શખ્સ સ્થાનિક લોકોને નાની-મોટી બીમારીને દવાઓ આપતો અને લોકોની સેવા કરતો. પરંતુ ખરેખર આ જે ભેજાબાજ હતો તે ડિગ્રી વગર લોકોની સેવા કરતો હતો જેથી પોલીસે આ શખ્સની ધરપકડ કરી જેલમાં પૂરી દીધો છે. તો બીજી તરફ અન્ય પણ નકલી ડૉક્ટરોમાં ડરનો માહોલ ઊભો થયો છે.
તાપી જિલ્લાના અન્ય પણ વિસ્તારમાં નકલી ડૉક્ટરો પોતાની હાટડીઓ ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ પોલીસ ગણ્યા ગાઠ્યાં ડૉક્ટરને પકડી જેલમાં પૂરી રહી છે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં લોકો અભણ હોવાથી કેટલાક ભેજાબાજ શખ્સો લોકોના આરોગ્ય સાથે પોતે ડોક્ટર હોવાનું કહી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. હાલ તો પોલીસે આ ઠગ ડૉક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:-
પોલીસ ઈસ્પેક્ટર કે.જી. લીંબાચીયા
એ.એસ.આઈ અજય દાદાભાઈ
હેડ કોન્સ્ટેબલ હીરને ચીમનભાઈ
હેડ કોન્સ્ટેબલ કમલેશ કૃષ્ણાં વળવી
હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે
આ તમામ કર્મચારીઓએ બોગસ ડૉક્ટરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. તો બીજી તરફ તાપી જિલ્લામાં હજુ પણ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો પર પોલીસ કાર્યવાહી કરી જેલમાં પૂરે તેવી શક્યતાઓ જણાઈ રહી છે