નિઝર પોલીસે ફરી એકવાર ગેરકાયદે અને વિદેશી બનાવટની ઓટોમેટીક પિસ્તોલ સાથે એક ભેજાબાજ શખ્સને ઝડપી લીધો છે. નિઝર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી વિઠ્ઠલપરાના માર્ગદર્શન અને સીધી સૂચનાથી પોલીસ સ્ટેશન વિસ્તાર અને ગેરકાયદે હથિયાર ધરાવતા શખ્સો પર કાર્યવાહી કરવા માટે સ્ટાફને સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ કોન્સ્ટેબલ મેહુલ અને મુકેશને ખાનગી રાહે બામતી મળતા હેડ કોન્સ્ટેબલ સુનિલ, પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ આ તમામ પોલીસ કર્મચારીઓ વોચ રાખી તપાસમાં હતા તે દરમ્યાન હુસેન પાડવી નામનો ભેજાબાજ શખ્સ વિદેશી બનાવટની ઓટોમેટિક 9 MM પિસ્તોલ જેની અંદાજે કિંમત 25 હજાર માનવામાં આવે છે તે પિસ્તોલ સાથે શખ્સ ઝડપાય ગયો હતો. જેથી પોલીસે આ શખ્સને ઝડપી પાડી આર્મ એક્ટની કલમ પ્રમાણે વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા શખ્સની વાત કરીએ તો, આ શખ્સ મૂળ મહારાષ્ટ્ર નંદુરબારના વ્યાહુર ગામ, નવો પ્લોટ ફળિયામાં રહેતો હોવાનું સામે આવ્યું છે.
કામગીરી કરનાર પોલીસકર્મીઓની વિગત:-
પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી વિઠ્ઠલપરા
હેડ કોન્સ્ટેબલ સુનિલ, હેડ કોન્સ્ટેબલ જગદીશ
પોલીસ કોન્સ્ટેબલ મેહુલ, પોલીસ કોન્સ્ટેબલ મુકેશ
પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ
પોલીસ કોન્સ્ટેબલ સંતવાન, પોલીસ કોન્સ્ટેબલ મનોજ
પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ.
ઉપર મુજબના આ તમામ પોલીસ સ્ટાફના માણસોએ આ શખ્સને ઝડપી પાડી જેલના પાંજરે પૂરી દીધો છે. તેમજ હજુ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ તાપી જિલ્લામાં ગુનો આચરી નાસતા-ફરતા આરોપીઓ પર આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.