હાલમાં વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહ્યું છે.. તેમાં પણ ખાસ કરીને પરમાણુ હુમલાનો ખતરો દિવસેને દિવસ વધારે વધી રહ્યો છે. આ બધાં વચ્ચે રશિયા અને ઉત્તર કોરિયા પરમાણુ શસ્ત્રોના ઉપયોગની સીધી ચેતવણી આપી રહ્યા છે. પરમાણુ હુમલો કેટલો ઘાતક હોઈ શકે છે તે દુનિયાએ લગભગ 8 દાયકા પહેલા જોયું હતું. પરમાણુ શસ્ત્રો પર એવા નિયંત્રણો લાદવામાં આવ્યા કે પરમાણુ શક્તિ ધરાવતા દેશોએ તેનો ઉપયોગ કરતા પહેલા હજાર વાર વિચારવું પડતું હોય છે. દુનિયામાં ફક્ત 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો હોય, પણ આ શસ્ત્રો દુનિયામાં મોટા પાયે વિનાશ લાવી શકે છે. આવી સ્થિતિમાં, ધારો કે તમે જ્યાં રહો છો ત્યાં પરમાણુ હુમલો થાય છે, તો તમે તેનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો?
પરમાણુ વિસ્ફોટ કેવી રીતે થાય છે?
પરમાણુ વિસ્ફોટના ઘણા તબક્કાઓ હોય છે. પ્રથમ વિસ્ફોટ ઘણા કિલોમીટર સુધી વિનાશનું કારણ બને છે.. પરમાણુ બોમ્બમાંથી નીકળતી ગરમી લોકોને મારી નાખતી હોય છે. ત્રીજો તબક્કો રેડિયેશનનો હોય છે. જેમાં ગામા કિરણો ઉત્સર્જિત થાય છે જે એક્સ-રે કરતા અનેક ગણા વધુ ખતરનાક હોય છે. જેના કિરણો આપણા શરીરના ડીએનએને પણ બદલી શકે છે. આનાથી કેન્સર જેવા જીવલેણ રોગો થઈ શકે છે.
સૌથી ઘાતક શસ્ત્ર એટમ બોમ્બ
સૌ પ્રથમ આપણે એ જાણવું મહત્વપૂર્ણ છે કે માનવજાતે બનાવેલ સૌથી ઘાતક શસ્ત્ર એટમ બોમ્બ છે. તેનો વિનાશ હિરોશિમા-નાગાસાકીમાં જોવા મળ્યો હતો. આ હુમલો એટલો ઘાતક હતો કે વિશ્વ આજે પણ તેના પરિણામો ભોગવી રહ્યું છે. જ્યારે પરમાણુ બોમ્બથી હુમલો થાય છે, ત્યારે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી આવે છે અને એટલી ગરમી અને ઉર્જા ઉત્પન્ન થાય છે કે બચવા માટે ખૂબ જ ઓછો સમય રહે છે જેનાથી જેના કારણે લોકોના મોત થાય છે.
હુમલાથી બચવા બંકર તૈયાર કરાયા
પરમાણુ હુમલાથી બચવા માટે વિશ્વના ઘણા દેશોમાં આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. ભૂગર્ભમાં બનેલા આ આશ્રયસ્થાનો લોકોને પરમાણુ બોમ્બ હુમલાથી ઘણી હદ સુધી સુરક્ષિત રાખી શકે છે અને અહીં રેડિયેશનનું જોખમ પણ ખૂબ ઓછું છે. બ્રિટનમાં પિંડર નામનો એક એવો જ બંકર બનાવવામાં આવ્યો છે, જ્યાં પરમાણુ હુમલાની સ્થિતિમાં સેના અને સરકારી અધિકારીઓ પોતાનો જીવ બચાવી શકે છે.
રેડિયેશન કેટલા ખતરનાક છે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તેના નાગરિકો માટે માર્ગદર્શિકા જારી કરી છે. તેમાં તેઓ કહે છે કે પરમાણુ હુમલાના કિસ્સાઓમાં તેમણે શું કરવું જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે પરમાણુ હુમલા દરમિયાન ઉત્પન્ન થતું રેડિયેશન વિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક હોય છે. વિસ્ફોટથી થતી તબાહી રોકી શકાતી નથી, પરંતુ કિરણોત્સર્ગથી બચવા માટે પગલાં લઈ શકાય છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે પરમાણુ હુમલા દરમિયાન ફોલઆઉટ સાઇટ પર નજર નાખવાથી તમારી દૃષ્ટિ છીનવાઈ શકે છે, કારણ કે અહીં ગરમી અને પ્રકાશ ખૂબ જ ઝડપથી મુક્ત થાય છે.
જ્યારે હુમલો થાય છે ત્યારે રેડિયેશન ઘણા કિલોમીટર સુધી ફેલાય છે, તેથી હુમલાની જગ્યાએથી ભાગવાનો પ્રયાસ કરવાને બદલે, તમારી જાતને એક ઘરમાં બંધ રાખો અને 24 કલાક ત્યાં રહો. તમે પહેરેલા કપડાં તાત્કાલિક બદલો અને તેમને પ્લાસ્ટિકની થેલીમાં માણસો અને પ્રાણીઓથી દૂર રાખો કારણ કે તેઓ રેડિયેશનના સંપર્કમાં આવે છે. રેડિયેશનથી પોતાને બચાવવા માટે, તરત જ સ્નાન કરો અને તમારા શરીરને સાબુથી સાફ કરી કરી બચી શકાય