36 C
Ahmedabad
Sunday, March 23, 2025
[uam_ad id="382"]
[uam_ad id="382"]

પોલીસે વેશ પલ્ટો કરી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો !


ગુજરાત પોલીસ ગુનાખોરીને ડામવા માટે સતત પ્રય્તનો કરી રહી છે. પણ કેટલાક ભેજાબાજ શખ્સો કાયદાથી પણ ઉપરી નીકળી જવાની હિંમત દાખવી રહ્યા છે. રાજ્યમાં વિદેશી દારૂ હેરાફેરીનો વેપલો આટલો ફેલ્યો ફાલ્યો છે કે, રાજ્યના ગમે તે ખુણેથી દારૂ હેરાફેરીનો કાંડ ઝડપાય જતો હોય છે. અને આ બધાં વચ્ચે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગધેર ગામમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે.

Source: Loksamachar
Source: Loksamachar

ગરુડેશ્વર ગામેથી LCBની ટીમે વેશ પલ્ટ કરી અંદાજે 17 લાખથી વધારે રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે. ઘટના ક્રમની વાત કરીએ તો ગરુડેશ્વરના ગધેર ગામનો સમગ્ર વિસ્તાર ટાપુ જેવો હોવાથી પોલીસની ટીમને પણ મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પોલીસે વેશ પલ્ટો કરી 13,479 નંગ વિદેશી બિયરની બોટલના ટીન જપ્ત કર્યાં હતા. આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને વોન્ટેડ પણ જાહેર કર્યાં છે.

નર્મદા જિલ્લામાં ગેરકાયદે જિલ્લામાં ઘુસાડવામાં આવતા પ્રોહીબિશનની વસ્તુઓ પર વોચ રાખવા માટે કહેવમાં આવ્યું હતું. તેમજ ખાનગી બાતમીદારો દ્વારા માહિતી આપવા પણ બાતમીદારોને કહેવામાં આવ્યું હતું. જેથી તેમની મદદથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. ગધેર વિસ્તારનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં હોય તેમજ સમગ્ર વિસ્તાર ટાપુ જેવો હોવાથી LCBની ટીમે પણ આ કેસ ઉકેલવો મુશ્કેલ હતો પરંતુ ટીમે હિંમત બતાવી અને  લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી લીધો હતો. LCBની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ પ્રવાસીઓના સ્વાંગમાં ટાપુ સુધી પહોંચ્યા હતા. અંહી પહોંચવા માટે અનેક હોડીઓ પણ બદલીને જવું પડતું હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી નીકળ્યા બાદ પોલીસે સમગ્ર કાંડનો પર્દાફાશ કર્યો છે.

એક તરફ રાજ્યમાં નાતાલ અને થર્ટી ફર્સ્ટનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે કેટલાક બુટલેગરો બેફામ વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આ બુટલેગરો પર રાજ્યની પોલીસ પણ બાજ નજર રાખી રહી છે. દર વર્ષે થર્ટી ફર્સ્ટના દિવસ પહેલા લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપતા હોય છે. થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ રાજ્યની પોલીસ સક્રિય થઈ ગઈ છે. તેમજ જિલ્લામાં આ રીતે દારૂ હેરાફેરી કરતા તત્વો પર કકડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પોલીસ દારૂ હેરાફેરી કરનાર તત્વોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલશે તે સત્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
3,158FansLike
0FollowersFollow
2FollowersFollow
116SubscribersSubscribe

વિડીયો

error: Content is protected !!